શિક્ષણ વિભાગ, શહેરા આયોજિત શાળા તેમજ ક્લસ્ટર કક્ષાએ 15000 જેટલા વિદ્યાર્થીઓની પુસ્તક સ્પર્ધા યોજાઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શિક્ષણ વિભાગ, શહેરા આયોજિત શાળા તેમજ ક્લસ્ટર કક્ષાએ વિદ્યાર્થીઓની પુસ્તક સ્પર્ધા યોજાઈ. જેમાં બી.એ.બારીયા ખટકપુર ક્લસ્ટરની વક્તાખાંટ પ્રા.શાળા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર, શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં ક્લસ્ટર કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શાળા કક્ષાએ ધો.6 થી 8 માં તેમજ ધો.9 અને 11 માં પ્રથમ નંબર મેળવેલ બાળકોનો ક્લસ્ટર કક્ષાએ જુદી-જુદી 6 શાળાઓમાંથી કુલ 18 સ્પર્ધકોએ ભાગ લીધો. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા અનુસાર પુસ્તક વાંચન સ્પર્ધાથી વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિઓમાં સુધારો લાવવામાં વાંચનનું યોગદાન વિવિધ સંશોધનમાં દર્શવવામાં આવ્યું છે. વાંચન એ ભાષા અને લેખન કૌશલ્યોને સક્ષમ બનાવવા તરફનું એક પગલું છે. તે શબ્દભંડોળ, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી, કલ્પના અને અભિવ્યક્તિમાં વધારો કરે છે, બાળકોને તેમની આસપાસ અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે સંબંધ બાંધવામાં મદદ કરે છે. જો કે તેને સતત અભ્યાસ, વિકાસ અને શુદ્ધિકરણની જરૂર છે. આમ, એક સક્ષમ વાતાવરણ બનાવવાની જરૂર છે. જેમાં વિદ્યાર્થીઓ આનંદ માટે વાંચે અને રસપ્રદ તેમજ ટકાઉ પ્રક્રિયા દ્વારા તેમની કુશળતા વિકસાવે તેમજ વાંચનથી રસ રુચિ જાગૃત કરવા તેમજ જીવનમાં સારા પુસ્તકોના અભ્યાસ દ્વારા ઉત્તમ કેળવણીના ગુણોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી શહેરા તાલુકાના ધો.6 થી 8 તેમજ ધો.9 અને 11 ના વિદ્યાર્થીઓની શાળા કક્ષાએ તા.12 અને ક્લસ્ટર કક્ષાએ તા.19 ફેબ્રુઆરી 2022 ના પુસ્તક વાંચન સ્પર્ધા યોજવા આવી. સમગ્ર તાલુકામાં પુસ્તક વાંચન સ્પર્ધાના નિર્ણાયકોની કામગીરી નિષ્પક્ષ, તટસ્થ અને ઉત્તમ રહી હતી. જુદી જુદી શાળાઓના બાળકો દ્વારા ઉત્તમ રજૂઆતો કરવામાં આવી. પોતે વાંચેલા પુસ્તકની ટૂંકમાં સમીક્ષા કરવામાં આવી. બાળકોની આંતરિક શક્તિનો અનુભવ થયો. યજમાન શાળાના આચાર્ય રમણભાઈ પટેલ દ્વારા અજમાન ક્લસ્ટર 18 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ અને નાસ્તાની વ્યવસ્થા કરી હતી. સમગ્ર સંચાલન સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રવણભાઈ લબાના દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ શાળામાંથી શિક્ષકો તેમજ આચાર્યો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શહેરા તાલુકામાં પુસ્તક વાંચન સ્પર્ધાનો ખુબ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. તેમજ તેમણે શૈક્ષણિક યજ્ઞમાં જોડાઈને સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here