શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ
સમગ્ર દેશમાં વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારી તેમજ કર્મચારીઓએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો,જ્યારે કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં પોલીસ વિભાગ સહિતની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે શુક્રવારના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ કેન્દ્ર ખાતે શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાએ પણ કોવિશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,સાથેસાથે તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓએ પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.આમ તાલુકા વિકાસ અધિકારી સહિત કચેરીના અન્ય ૭ જેટલા કર્મચારીઓએ કોરોના વેક્સીન મુકાવી હતી. જ્યારે બાકી રહેલ કર્મચારીઓ તબક્કાવાર રીતે વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવશે.