શહેરા તાલુકાનાં સારડીયા ગામે વિદેશી બનાવટ દારૂની ખેપ મારતા તુફાન ચાલકે એક્ટિવા સવાર લોકોને અડફેટે લેતા બે ના મોત

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

કલુઝર ગાડીમાંથી ૭૦ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

ગણતરીના કલાકોમાં જ તુફાન ચાલક બુટલેગરની ધડપકડ કરતી શહેરા પોલીસ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના ધોળી ગામનાં નાળિયેરી ફળિયામાં રહેતો મહેન્દ્ર અર્જુન બારીયા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં નેનકી ગામનાં દિનેશ નારસિંગ ખાટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરનો જથ્થો ધંધાર્થે લાવ્યો હતો અને એક કલુઝર ગાડી નંબર GJ.6.KH9519 મા આ જથ્થો શહેરા તાલુકાના ઊંડારા પાસે આવેલા આબલિયાત પુલ પાસે આપી ગયો હતો જે કલુઝર ગાડી લઈ આરોપી બુટલેગર મહેન્દ્ર અર્જુન બારીયા બેફિકરાઈ થી પુરઝડપે ચલાવી જતો હતો અને શહેરા તાલુકાના સારડીયા ગામે એક્ટિવા ગાડી નંબર GJ 17 BP 1122 ને અડફેટે લેતા તેના પર સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પોહચી હતી રાત્રીના સમયે આટલો મોટો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તો સારવાર અર્થે ગોધરા અને શહેરા દવાખાને લઈ જતા રસ્તામાંજ તેઓનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું આ તરફ કલુઝર ગાડીનો ચાલક આરોપી બુટલેગર મહેન્દ્ર અર્જુન બારીયા ગ્રામજનોના હાથે ઝડપાઇ જતા ગ્રામજનોએ શહેરા પોળ8સ મથકે જાણ કરતા પી. આઈ. એમ. આર.નકુમ તેમજ અન્ય પોલીસ કર્મચારી ગણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કલુઝર ગાડીના ચાલકને હીરાસત માં લીધો હતો અને ગાડીની અંદર જોતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂ બિયરની અલગ અલગ બનાવટના કુલ.નંગ 624 કિ. રૂ.70.032 અને કલુઝર ગાડીની કિ રૂ.3 લાખ 50 હજાર માડી કુલ.4 લાખ 20 હજારનો મુદ્દામાલ કબજે લઈ આરોપીને શહેરા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો હતો જ્યારે કે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામના દિનેશ નાનસિંગ ખાટને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે અને બન્ને મૃતક એક્ટિવા સવારના મૃતદેહને અનુક્રમે ગોધરા અને શહેરા સરકારી દવાખાને પી. એમ. અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here