બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
મણીપુર થી નીકળેલી રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિવિધ રાજ્યોમાં થઈને દાહોદ જિલ્લામાં થઈને ગુજરાતમાં પ્રવેશી હતી દાહોદ જિલ્લામાંથી પંચમહાલ જિલ્લામાં થઈને આજરોજ છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી માં પ્રવેશ કર્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે પ્રવેશેલી ભારત જોડે ન્યાય યાત્રમાં કોંગ્રેસ કાર્યકરોની ભારે ભીડનનો લાભ ખીસ્સા કાતરૂઓ ચોરોએ લાભ ઉઠાવ્યો હતો અસંખ્ય કાર્યકરોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો જો કે સ્થળ પરથીબોડેલી પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો આ ખિસ્સા કપાવવાના ભોગ બનેલા માં કેટલાક લોકો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સાથે મણીપુર થી જોડાયેલા હોવાથી તેઓ પોતાની ફરિયાદ લખાવવા નું ટાળી ન્યાય યાત્રા સાથે જતા રહ્યા હતા જો કે સ્થાનિક છોટાઉદેપુર વડોદરા જિલ્લાના કાર્યકરોએ તેમજ વડોદરાના કોપરેટર ચંદ્રકાંત ભથ્થુ પોલીસ મથકે જઈને પોતાના ખીસ્સા કપાયા હોવાની રજૂઆત કરી હતી જોકે પોલીસે સ્થળ ઉપરથી ઝડપાયેલા શંકાસ્પદ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું આશ્વાસન બોડેલી પોલીસ આપ્યું હતું.