ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે DYSP પરાક્રમસિંહ રાઠોડ સાહેબના હસ્તે વૃક્ષ વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

માનવીનું જીવન પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર આધારિત છે, વૃક્ષો નષ્ટ થશે તો માનવ જીવન જોખમમાં મુકાશે

પર્યાવરણના રક્ષણ માટેની સૌએ પ્રતિજ્ઞા લેવી પડશે… દરેક માનવ જીવને જીવનમાં એક વૃક્ષ અચૂક વાવવો જોઉએ

આજે સમગ્ર વિશ્વ સૃષ્ટિના વાતાવરણમાં થઈ રહેલા અસાધારણ પરિવર્તનોથી ચિંતિત છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ૫૦ મો વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

પર્યાવરણની જાળવણીએ આપણી નૈતિક ફરજ છે.આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી.સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે DYSP પરાક્રમ સિંહ રાઠોડ સાહેબ તેમજ પીએસઆઇ અને પોલીસ કર્મીઓ તથા વોર્ડ નંબર10 ના કાઉન્સિલર જલાલુદ્દીન સૈયદ સહિત સમાજ સેવકો દ્વારા વિવિધ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ પોલીસ સ્ટેશન હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here