નસવાડી અશ્વિન નદી ખાતે શિવરાત્રી નો મેળો યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મેળામાં દર વર્ષ કરતા આ વર્ષે જનમેદની ઓછી જોવા મળી હતી

આજરોજ નસવાડી અશ્વિન નદી ખાતે શિવરાત્રી નો મેળો યોજાયો હતો જે મેળામા દુકાનોની હારમાળાઓ લાગી હતી જેમા અવનવા રમકડા તથા વાસણો અને શેરડી નુ વેચાણ થયુ હતુ દુકાનદારો ના જણાવ્યા પ્રમાણે આ વર્ષના મેળા મા ધંધામા મજા આવી નથી અને હાલ મોંઘવારી નું મોજુ ફરીવળતા જે અમે મૂડી રોકી હતી એ મૂડી પણ થઈ નથી અને આ વર્ષે મેળામાં નફો નહીં પણ નુકસાન થયેલ છે જેમાં અમે દર વર્ષે નફો કમાઈને ઘરે જતા હોઈએ છીએ પણ આ વર્ષે મેળામાં માનવ મેદની પણ ઓછી જોવા મળી હતી અને જે જગ્યાએ મેળા નું આયોજન કરવામાં આવેછે ત્યાં દરગાહ આવેલી છે અને મંદિર પણ આવેલ છે ત્યાં મંદિર પર શક્કરિયા અને બટાકાની પ્રસાદી પણ વહેચવામાં આવેછે અને ભક્તો ત્યાં દર્શન કરી પ્રસાદી લેય છે અને વર્ષોથી આ મેળાની પરંપરા નસવાડી ખાતે ચાલે છે અને આ મેળામાં તાલુકાના ગામોમાંથી મોટા ભાગની પબ્લિક આવે છે અને આ વર્ષે પણ દર વર્ષની જેમ શિવરાત્રિનો મેળો ભરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here