જર, જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરૂની ઉક્તિને સાર્થક કરતો બનાવ નર્મદા જિલ્લાના ઝરણાંવાડી ખાતે બન્યો….

રાજપીપલા,(નર્મદા)
આસિક પઠાણ

નર્મદા જિલ્લાના ઝરણાવાડી ગામે જમીનના ઝગડામા સગા ભાઈને મોતને ઘાટ ઉતારતાં પિતા પુત્ર

પિતા પુત્રે સાથે મળી સગાં ભાઈ ને તેના ઘર સામે જ માથામા લાકડાના ફટકા મારતા સ્થળ ઉપરજ કમકમાટી ભર્યુ મોત

દેડિયાપાડા પોલીસે પિતા પુત્ર સામે હત્યા ો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પિતા પુત્રે ગ્રામ પંચાયતના બોરના વીજ મીટરની તોડફોડ કરતા સરકારી સંપત્તિને નુકશાન કર્યાનો પણ ગુનો દાખલ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઝરણાંવાડી ગામ ખાતે જર જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુની ઉક્તિને સાર્થક કરતો બનાવ ગતરોજ મોડી રાત્રે બન્યો હતો. પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર બનાવમા સગાં ભાઈ અને ભત્રીજા એ સાથે મળી પોતાના ભાઈને જમીનના નજીવા મામલે માથામા લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

બનાવની વાત કરીએ તો તા .૦૧ / ૦૮ / ૨૦૨૦ ના રાત્રે 12 વાગે મોજે ઝરણાવાડી ગામે , ટેકરા ફળીયા ખાતે . આ કામના મરણ જનાર રાયસીંગ ખાલીયાભાઈ વસાવાના ઘરના આંગણામા આ કામના આરોપી ને -૧ વજેસીંગભાઇ ખાલીયાભાઇ વસાવા નાઓને ભાગમાં મળેલ જમીન મરણ જનારને ભાગમાં મળેલ જમીન કરતા ઓછી છે અને ખેતરની જમીન વચ્ચેનો પાળ આરોપી નં ૧ ના ભાગના ખેતરની જમીનમાં આવેલ છે તેવુ માની આ કામના આરોપી ને ૧ નાઓના આ બાબતે આજથી ત્રણેક વર્ષ પહેલા મરણ જનાર પોતાના સગા ભાઈ સાથે ઝધડા થયેલ હતા.

ઝગડાનુ મન દુ : ખ રાખી ઉપર જણાવેલ તારીખ ટાઇમ જગ્યાએ આ કામના આરોપી નં- ૧ તથા તેમના છોકરા આરોપી નં ૨ નિતેશભાઇ વજેસીંગભાઇ વસાવા નાઓએ ગઇ કાલ તા .૦૧ / ૦૮ /૨૦૨૦ ના રોજ આ કામના મરણ જનાર સગા ભાઈ સાથે બોલા ચાલી ઝગડો કરી મરણ જનારને ગમે તેમ ગાળો બોલી “ આજે તને અમે પતાવી દેવાના છે અને કોઇ પણ તને બચાવવા આવવાનું નથી ” તેમ કહી ધાક ધમકી આપી આરોપી ને -૧ તથા આરોપી નં ૨ નાઓએ આ કામના મરણ ના ઘરે જઇ ઘરના આંગણામાં ઉભેલ આ કામના મરણ જનારને આરોપી ને ૧ નાઓએ એક સપાટો ડાબા હાથે તથા બીજો સપાટો માથામાં પાછળના ભાગે લાકડાના દંડા વડે જોરથી મારી મરણ જનાર રાયસીંગભાઇ ખાલીયાભાઇ વસાવા ઉ.વ .૪ પ નું સ્થળ ઉપર મોત નીપજાવી ખુન કરી નાખ્યું હતું.

બીજા આરોપીએ મરણ જનારના ઘરની છતના નળીયા અને નાવણીયામાં રાખેલ પલાસ્ટીકની ડોલો અને એડાળીમાં રાખેલ સીમેંટનું પતરૂ તથા ઘરનું વિજ મિટર અને ઘરના આંગણામા આવેલ ગ્રામ પંચાયતની બોર ની મોટર નુ વી મીટર વિગેરે ની તોડફોડ કરી હતી. પોલીસે આ મામલે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here