બાબરા તાલુકાના દરેડ ગામે વાડી વિસ્તારમાં સાત ફુટ લાંબો મહાકાય અજગર પકડી પાડ્યો…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

દરેડ ગામના જાગૃત સરપંચ શ્રી વનરાજભાઈ વાળાને જાણ થતા વન વિભાગના અધિકારીઓને જાણ કરી

બાબરા તાલુકાના દરેડ ગામે હિરાણા ગામના રોડ પર આવેલ માણસુરભાઈ ભિખાભાઈની વાડીમાં ગઈકાલે એટલે શનિવારે રાત્રે સાત ફુ નો મહાકાય અજગર દેખાય આવતા વાડી માલિકે દરેડ ગામના સરપંચ વનરાજભાઈ વાળાને જાણ કરતા સરપંચ ઘટના સ્થળે જઈ તપાસ કરતા અજગર દેખાય આવતા સરપંચ દ્વારા વન વિભાગના અધિકારીઓ ને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવી રેસ્ક્યું કરી અજગરને પકડવામાં આવ્યો હતો. આ મહાકાય અજગરે સસલાનું મારણ કર્યું હતું પરંતુ મારણ પચાવી ના સકતા બહાર કાઢી નાખ્યું હતું. સ્થળ પર મૃત સસલું પણ મળી આવેલું છે. હાલ વન વિભાગ દ્વારા આ અજગર નું રેસ્ક્યું કરી લઈ ગયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here