કોવિડ-૧૯ અપડેટ : પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૭ કેસો નોંધાતા કુલ કેસનો આંક ૫૪૫ થયો…

ગોધરા,માહિતી બ્યૂરો

જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૧૮૭ પર પહોંચી..

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૭ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૫૪૫ થઈ છે. નવા મળી આવેલા ૨૭ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૪ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૧૩ અને કાલોલમાંથી ૦૬ કેસ અને હાલોલમાંથી ૦૫ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૪૪૫ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્યમાંથી ૦૧ અને શહેરા ગ્રામ્યમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૧૦૦ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૨૦ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૮૭ થવા પામી છે, જેમની સારવાર ચાલી રહી છે. હળવા લક્ષણો ધરાવતા ૪૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૦,૯૫૧ સેમ્પલ પરિક્ષણ અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી ૫૪૫ સેમ્પલ પોઝિટીવ અને ૧૦,૩૩૪ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં કોરોના કેસો મળી આવવાના પરિણામે ૩૩૫ વિસ્તારો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે, જે પૈકી ૨૮ દિવસો સુધી કોઈ નવો કોરોના કેસ ન મળવાના પરિણામે ૧૧૨ ઝોનને મુક્ત કરી દેવાયા છે. જિલ્લાના ૪,૨૨૬ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here