પંચમહાલ જીલ્લામાં આવતીકાલે મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી

પંચમહાલ જીલ્લામાં આવતીકાલે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી

ગુગલ મીટના માધ્યમથી મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર વિષયક માર્ગદર્શન અપાશે

ગોધરા(પંચમહાલ)

પંચમહાલ જીલ્લામાં રોજગાર કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આવતીકાલે તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૦ના સોમવારે મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે તેજ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવાયું છે. આ મહિલા દિવસે નિષ્ણાંતો દ્વારા રોજગારી, સ્વરોજગારીની તકો અને તેના માટેની તૈયારી અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનાર માત્ર મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવેલ છે. કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સેમીનાર ગુગલ મીટના માધ્યમથી ઓનલાઈન યોજવામાં આવશે. આ સેમીનારમાં જોડાવવા માટે સૌ પ્રથમ મહિલા ઉમેદવારોને પોતાના મોબાઈલમાં ગુગલ મીટ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહશે. આ સેમીનારમાં જોડાવવા માટે meet.google.com/nse-tcbw-qto લીંકનો ઉપયોગ કરી આવતીકાલે તા. ૦૩/૦૮/૨૦૨૦ના રોજ બપોરે ૨.૩૦ થી ૩.૩૦ કલાક દરમિયાન મોબાઈલ ઉપર ઓનલાઈન થવા યાદીમાં અનુરોધ કરાયો છે. ઉપરોકત લીંક પર પાંચ મિનીટ પહેલા ક્લિક કરી ASK TO JOIN પર ક્લિક કરવાથી લાઇવ ઓનલાઈન સેમીનારમાં જોડાઈ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here