કાલોલના વેજલપુર નજીક જીઇબી ઓફિસ પાસે બાઇક સામે અચાનક ગાય આવી જતા બાઇક ચાલકનું મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગોધરા ખાતે રહેતા સલમાન મહેબૂબ ઝીણા ની ફરિયાદના આધારે શરફરાજ મહેબૂબ ઝીણા અને પાછળ બેઠેલા હુશેન શિરાજ ભિમલા અને ખીજર અબ્દુલ રજાક નંબર વગરની હીરો હોન્ડા સ્પેલંડર બાઇક ઉપર નિકળેલા ત્યારે કાલોલ તાલુકાના વેજલપુર થી થોડી દુર જીઇબી ઓફિસ પાસે મોટરસાયકલ ફૂલ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી અચાનક મોટરસાયકલ સામે ગાય આવી જતા સરફરાજ એ મોટરસાયકલની બ્રેક મારતા તે દરમિયાન મોટરસાયકલ ગાય સાથે અથડાતા બાઇક ચાલક સરફારજ મહેબૂબ ઝીણા અને બાઇક પર સવાર પાછળ બેઠેલા બે ઇસમો રોડ ઉપર ફંગોળાઈ જતાં જ્યાં સરફારજ મહેબૂબ ઝીણા ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તે જ સમયે દવાખાને લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ સરફારજ મહેબૂબ ઝીણા ને માથાના ભાગે ગંભીર ઇજાના કારણે મરણ જાહેર કરેલ છે અને બાઇક પાછળ બેઠેલા બે ઇસમોને શરીરે ઓછી વતી ઇજાઓ પહોંચતા જે અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ એસ.એમ. કામોળે હાથ ધરી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here