કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં કોરોનાને કારણે પવિત્ર જન્માષ્ટમી ની સાદગી પૂર્વક ઉજવણી

મુસ્તુફા મિરઝા, કાલોલ(પંચમહાલ)

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.અને તે મહિના દરમિયાન અવારનવાર પવિત્ર તહેવારો પણ ભારત દેશમાં આવતા હોય છે.ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે પવિત્ર જન્માષ્ટમીના બીજા દિવસે નોમ એટલે ભગવાન કૃષ્ણ ના પારણાં જુલાવીને ગામેગામ મટકીફોડી નંદ મહોત્સવ તરીકે જન્મોત્સવ ને ઉજવવામાં આવે છે. હાલમાં કોરોનાની મહામારી ના કારણે જન્માષ્ટમીના પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરવાનું કાલોલ શહેરની ગોવર્ધનનાથજીની હવેલી તથા રણછોડજી મંદિર ઉપરાંત ગોપાલલાલજીની હવેલી મા કૃષ્ણ જન્મ ના દર્શન કોરોના ને કારણે ભીતરમાં કરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત તાલુકાના ડેરોલ ગામ સ્થિત મંદિરના સંચાલકો એ નક્કી કર્યું હતું માત્ર મંદિરના પૂજારી અને સંતો દ્વારા જ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે ફૂલોથી શણગાર કરવામાં આવ્યું હતું જો કે ભક્તોને આ વખતે મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભવ્ય શણગાર અને લાઈટ તે મંદિરને શણગારવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈ સાદગી પૂર્ણ કરવા માટે કાલોલ તેમજ તાલુકાના ગામોના મંદિરના સંચાલકોએ આવો નિર્ણય લીધો હતો ત્યારે કોરોના મહામારીનએ તમામ તહેવારોની મજા બગાડી હોય તેમ લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here