શહેરા નગરમાં વધુ એક કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે, નગરમાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો

શહેરા(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પરિવારના સભ્યો તેમજ આસપાસના વિસ્તારના લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી તેની તસ્વીર

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે, શહેરા નગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે, નગરમાં છેલ્લા ૧૫ દિવસના સમયગાળામાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો છે, શહેરા નગરના હોળી ચકલા બજારમાં રહેતા ૫૧ વર્ષીય નિશાર એહમદ અબ્દુલ સત્તાર જાડાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા દર્દીને ગોધરા ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, પોઝિટિવ આવેલ પુરૂષને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો જેથી સ્થાનિક તબીબ પાસેથી સારવાર લીધી હતી. ત્યારબાદ કોરોના દર્દીએ તા.૨૯ જુલાઈના રોજ કોરોના ટેસ્ટ કરાવતા ગઈ કાલે મોડી રાત્રિએ તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને લઈને શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ભરત ગઢવી સહિતની ટીમે કોરોના દર્દીના વિસ્તારની મુલાકાત લઈને પરિવારના સભ્યો તેમજ આસપાસના વિસ્તારના લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here