ગોધરા(પંચમહાલ),
માહિતી બ્હાલ જિલ્લા પ્રવાસન સમિતીની આગામી બેઠક જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આગામી ૨૦મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ૧૨.૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાશે. બેઠકમાં ઈન્ટીગ્રેટેડ ડેસ્ટીનેશન ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત કાર્યરત પ્રોજેક્ટ, ટુવા કુંડ સાઈટ પ્રોજેક્ટ, પાવાગઢ પરીક્રમાના વિકાસ, પાવાગઢ તળેટીમાં પર્યટકો માટે સુવિધાઓના વિસ્તાર સહિતની બાબતો અંગે ચર્ચા-સમીક્ષા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોને નોંધ લઈ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની અખબારીયાદીમાં જણાવાયું છે.