પંચમહાલ જિલ્લાના ૬ શ્રમયોગીઓને નિવૃત્તિ બાદ પેન્શન ચૂકવવાનો આદેશ થતા આનંદની લાગણી છવાઈ

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

પંચમહાલ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ ના તાબા હેઠળની જુદા જુદા તાલુકાની કચેરીઓમાં રોજમદાર તરીકે વર્ષોથી ફરજ બજાવતા (૧) સ્વ ફુદાભાઈ એસ પગી ના વારસ ચંદાબેન પગી (૨) શનાભાઈ માનાભાઈ બારીયા (૩) મગનભાઈ સોમાભાઈ પરમાર (૪)આસમબેન જે બારીયા (૫) કેશમબેન એ બારીયા (૬) ચંદાબેન વી બારીયા વિગેરે શ્રમયોગીઓને તેમની નોકરી ના નિયત સમય બાદ નિવૃત્ત કરેલા જેઓ ને નોકરી નિવૃત્તિના સમય બાદ પેન્શન યોજનાઓના લાભથી વંચિત રાખેલા જેથી આ તમામ શ્રમયોગીઓ એ કાલોલ ના ગુજરાત લેબર ફેડરેશન ના પ્રમુખ અંબાલાલ એસ ભોઈ તથા એડવોકેટ એસ એ ભોઈ મારફતે માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓને તથા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી ગાંધીનગર ને નોટિસો પાઠવી ત્યારબાદ પણ પેન્શનની ચૂકવણી ન થતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ખાસ દિવાની અરજી દાખલ કરેલી જેમાં નામદાર હાઈકોર્ટે પણ પેન્શન ચૂકવવાનો આદેશ કરેલો કે જે આદેશને સરકાર દ્વારા એલ.પી.એ કરી પડકારવામાં આવેલ જેમાં નામદાર હાઇકોર્ટના જસ્ટિસ આર. એન છાયા તથા જસ્ટિસ ઈલેશ વોરા સાહેબ દ્વારા તા ૧૩/૦૮/૨૦૨૦ ના રોજ હુકમ કરી તમામ શ્રમયોગીઓને નિવૃત્તિ તારીખથી પેન્શન ચૂકવવાનો આદેશ ફરમાવેલ તથા પેન્શન તફાવતની રકમ ઉપરાંત ૩૦૦ લીવ એંનકેશમેન્ટ નાણાં રોકડમાં ચૂકવવાનો આખરી આદેશ કર્યો હતો જેને પરિણામે નિવૃત્તિ બાદ લાભો મળતા શ્રમયોગીઓ માં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here