08 થી 13 વર્ષના બાળકો માટે પંચમહાલ જિલ્લામાં ચિત્રસ્પર્ધાનું આયોજન સ્પર્ધકો 23 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી ચિત્રો મોકલી શકશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ચિત્રો રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં મોકલવામાં આવશે

રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન 24 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે

રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.25 હજાર, દ્રિતીય વિજેતાને રૂ.15 હજાર, તૃતીયને રૂ.10 હજાર અને અન્ય સાત વિજેતાઓને રૂ. 5 હજાર આશ્વાસન ઇનામો

યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા દર વર્ષે બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઈ શકે તેમ નથી. પરંતુ તે પૈકી ચિત્રકલા સ્પર્ધાનું આયોજન મોબાઈલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર છે.
કોરોના મહામારીના સંજોગોમાં બાળકોને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરી રમત-ગમત પ્રવૃતિઓ સાથે અન્ય રચનાત્મક પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવાના ઉદ્દેશ્યથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ના નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં ફેઝ-1 અંતર્ગત “રક્ષાબંધન” વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A-4 સાઈઝના ડ્રોઈંગ પે૫૨ ૫૨ પોતાની કૃતિ ઘરે તૈયાર કરી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન-02, ગોધરા ખાતે તા. 23/08/2021 થી 13/09/2021 સુધી બપોરે 12.00 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે.જેમાં કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડ કે જન્મના દાખલાની ઝેરોક્ષ અને બેંક ખાતાની પ્રથમ પાનની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે.આ સ્પર્ધામાંથી પંચમહાલ જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજયકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજયકક્ષાની ચિત્ર સ્પર્ધા તા.24/09/2021ના રોજ ગુજરાત રાજય લલિતકલા અકાદમી, રવિશંકર કલાભવન, એલિસ બ્રિજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો સમય 11 થી 5 કલાક સુધીનો રહેશે. જેમાં સમગ્ર રાજયમાંથી આવેલ ચિત્રો પૈકી બેસ્ટ-30 ચિત્રોના સ્પર્ધકોને રાજયકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી 10 વિજેતા પસંદગી કરવામાં આવશે.
રાજય કક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૨૫,૦૦૦/– દ્વિતિય વિજેતા ને રૂા.૧૫,૦૦૦/– તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/– એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય ૭ વિજેતાઓને રૂા ૫,૦૦૦ (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ(ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઈ વ્યકિતની મદદ વિના ચિત્ર દોરી તા.૧૩/૦૯/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,જિલ્લા સેવા સદન ભાગ–૨, રૂમ નં.૩૫, પ્રથમ માળ,ગોધરા ખાતે કુરીયર અથવા પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. સ્પર્ધા અંગેના નિયમો અત્રેની કચેરીથી મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here