સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસતા વરસાદને જોઈ વાવેતર સુકાઈ જવાના ભયથી મુક્ત થયા ખેડૂતો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ચોમાસાની શરૂઆત બાદ થયેલ વરસાદ ને લઈ વરસાદે એક લામ્બો વિરામ લીધો હતો અને વરસાદ ખેંચાઈ ગયો હતો, અને ખેડૂતએ કરેલ વાવેતર સુકાઈ જવાનો ભય હતો ત્યારે છેલ્લા બે દિવસ થી સૌરાષ્ટ્રમાં વરસાદે શરૂઆત કરી છે, હવામાન ખાતા ની આગાહી ના પગલે રાજકોટ જિલ્લા ના તમામ તાલુકા શહેર માં વરસાદ પડી રહો છે, જેમાં જેતપુર ધોરાજી જામ કંડોરણા ઉપલેટા સહીત માં શહેરો અને તાલુકા માં વરસાદ વરસી રહ્યો છે, ગઈ કાલે જેતપુર માં 2 કલાક માં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને આજે ફરી થી સવાર થી વરસાદ શરૂ થયેલ છે, તાલુકા ના આસપાસ ના ગામડા ઓ અને ખેતરો માં પણ વરસાદ વરસતા ખેડૂતો વાવેલા પાકો ઉપર કાચા સોના જેવો વરસાદ વરસ્યો હતો જેને લઈએં ખેડૂતો માં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી અને તેવો વરસાદ ને લઈ ને ખેતરો માં કામે લાગી ગયા હતા, અહીં ના ખેડૂતો એ ખાસ તો સોયાબીન, મગફળી, કપાસ વગેરે ઉપર વરસાદ વરસતા આ પાકો ને નવજીન મળેલ હતું, અને ખેડૂતો ખુશ જણાતા હતા, સમયસર વરસાદ પડતા સારા પાક ની આશા જન્મી છે ત્યારે સરકાર પણ ખેડૂતો ને યોગ્ય ભાવ મળી રહે તેવી કામગીરી કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here