સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત સમગ્ર દેશમાં અભિલાષી કેટેગરીમાં પંચમહાલ જિલ્લો પ્રથમ ક્રમાંકે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

કુલ ચાર કેટેગરી પૈકી જૂન મહિનામાં અભિલાષી કેટેગરીમાં ૧૦૮.૫૭ના સ્કોર સાથે પંચમહાલ જિલ્લાને મળ્યું સ્થાન

જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણની હાથ ધ૨વામાં આવેલી કામગીરી

સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત કેન્દ્ર સ૨કા૨શ્રી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – ૨૦૨૩ની શરૂઆત ક૨વામાં આવેલ છે. ખુલ્લામાં શૌચક્રિયા મુકત સ્થિતીને ટકાવી રાખવાની કામગીરી સહિત ઘન અને પ્રવાહી કચરાના નિકાલ અંગેના વ્યવસ્થાપનને સુનિશ્ચિત ક૨વાની સાથે સાર્વત્રિક રીતે ગામ સ્વચ્છ બને અને ઓ.ડી.એફ પ્લસનો દરજ્જો મેળવે તે માટે ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ હાથ ધરવામાં આવેલ છે.
પંચમહાલ જિલ્લાના કુલ ૬૩૬ ગામો પૈકી ૨૬ ગામોની પસંદગી કરીને ભા૨ત સ૨કાર દ્વારા નિમવામાં આવેલ એજન્સી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ–૨૦૨૩ હેઠળ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ થર્ડ પાર્ટી વેરીફીકેશન હેઠળની એજન્સી
મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ફળિયા,૨હેણાંક વિસ્તાર,પ્રાથમિક શાળા,પંચાયત,આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી કેન્દ્ર,ધાર્મિક તથા સામાજીક સ્થળોની મુલાકાત લઈને સ્વચ્છતા બાબતે નિરીક્ષણ કરીને જુદા જુદા માપદંડ આધારે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
સરકારશ્રી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ અંતર્ગત દર માસે હાથ ધરવામાં આવતી પ્રવૃતિઓને આધારે સમગ્ર દેશના જિલ્લાઓને ક્રમાંક આપવામાં આવે છે.જુન માસમાં સમગ્ર દેશમાં કુલ ૪ કેટેગરી પૈકી અભિલાષી કેટેગરીમાં પંચમહાલ જિલ્લાને ૧૦૮.૫૭ના સ્કોર સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.જ્યારે ૧૦૬.૯૫ના સ્કોર સાથે મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાને બીજું સ્થાન અને ૧૦૬.૮૮ના સ્કોર સાથે આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. આમ, જિલ્લામાં સ્વચ્છતાને લગતી પ્રવૃતિઓની કામગીરી પ્રંશનીય અને નોધપાત્ર થઈ રહેલ છે.
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ અંતર્ગત જુલાઈ માસમાં પણ જિલ્લાના ગામોમાં સ્વચ્છતાને લગત જુદી જુદી કામગી૨ીઓ સાથે જન જાગૃતિ અંગેની પણ કામગીરી હાથ ધ૨વામાં આવી રહી છે. ગ્રામજનોમાં સ્વચ્છતાને લગત જાગૃતિ આવે અને ગામો ઝડપથી ઓ.ડી.એફ પ્લસ મોડલ બને તેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here