પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કરેણીયા (દલવાડા) ખાતે કલેક્ટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

વિવિધ સમસ્યાઓના ઝડપી નિવારણ માટે સબંધીત વિભાગોને કરાયો અનુરોધ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કરેણીયા (દલવાડા) ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા રાજ્ય સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટરશ્રીએ ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ પશુપાલન,પ્રાકૃતિક ખેતી સહિત સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓ વિશે ગ્રામલોકોને માહિતગાર કર્યા હતા.આ સાથે તેમણે પરેન્ટ્સ એક્ટ વિશે પણ માહિતી આપી હતી.

આ વેળાએ ગ્રામજનો તરફથી આંગણવાડી,શાળા,સિંચાઈ અને રસ્તાઓ બાબતે પ્રશ્નો રજૂ કર્યા હતા.જિલ્લા કલેકટરશ્રીએ તમામ પ્રશ્નોનો હકારાત્મક અને ત્વરિત નિવારણ માટે સબંધીત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા.રાત્રી ગ્રામસભા પહેલા કલેકટરશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સાથે ગામની મુલાકાત લઈને વિવિધ પરિસ્થિતિથીઓથી વાકેફ બન્યા હતા.આ સાથે ગ્રામપંચાયત ખાતે વિવિધ રેકર્ડ ચકાસણી કરીને સબંધીતોને સૂચન કર્યા હતા.

આ પ્રસંગે વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીઓએ સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓ અને તેના લાભ વિશે ગામલોકોને માહિતી આપી હતી.

ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા,પ્રાંત અધિકારીશ્રી શહેરા, આયોજન અધિકારીશ્રી, મામલતદારશ્રી,સહિત સબંધીત જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here