સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજનાનો પ્રારંભ

ગોધરા,(પંચમહાલ)
શાહનુમા કાલુ

રમતવીરોને રોજગારી હેતુ જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા વિગતો મંગાવાઈ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યકક્ષા, આંતરરાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થયેલ તથા ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓની માહિતી એકત્રિત કરવામાં આવશે. રાજ્ય સરકાર-ભારત સરકારના વિવિધ વિભાગો, રાષ્ટ્રીયકૃત બેન્કો, અર્ધ સરકારી વિભાગો તથા પ્રાઈવેટ સંસ્થાઓ જેમાં સ્પોર્ટસ ક્વોટા માટે જાહેરાત આપે ત્યારે જાહેરાતોની અદ્યતન માહિતી સાથે રોજગારીની તકો માટેની જરૂરી માહિતી ખેલાડીઓને આ સેન્ટર દ્વારા આપવામાં આવશે.
ઉપરોક્ત યોજના માટે પંચમહાલ જિલ્લામાં રહેતા ખેલાડીઓ કે જેમની ઉંમર ૧૮ વર્ષથી ૩૦ વર્ષ હોય તેમણે પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત તેમજ રમત-ગમતક્ષેત્રે વિવિધ પદક મેળવેલ હોય અથવા રાજ્યકક્ષા, રાષ્ટ્રીયકક્ષા, આંતરરાષ્ટ્રીયકક્ષાએ કે આંતરયુનિવર્સિટી કક્ષાએ અથવા એસોસીયેશન મારફતે સિનિયર નેશનલ સ્પર્ધાઓમાં પ્રતિનિધીત્વ કરેલ હોય તો તેમની સંપૂર્ણ વિગતો સાથે એક અરજીમાં બાયોડેટા તૈયાર કરી ગોધરા જિલ્લા સેવાસદન-૦૨ના પ્રથમ માળે આવેલી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતે ટપાલથી અથવા dsopanchmahal29@gmail.com પર મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન ફોન નં- ૦૨૬૭૨-૨૪૧૪૮૧ તેમજ મોબાઈન નંબર- ૯૬૩૮૧૭૩૮૭૩ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની એક અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here