સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફ્લાવર ઓફ વેલી પાસે બસમાં બેસવાની નજીવી બાબતે પ્રવાસીઓ વચ્ચે મારામારી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

મારામારી માં એક વૃદ્ધને માર મારતા કેટલાક યુવાનો નજરે પડ્યાના વિડીયો વાયરલ થયા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનો વિશેષ કેન્દ્ર બની રહી છે. દરરોજે હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ મોડી સાંજે લાઈટો પણ સળગી ગઈ હતી ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના એક પ્રકલ્પ ફ્લાવર ઓફ વેલી પાસે કેટલાક મુસાફરો વચ્ચે મારામારી ના દ્રશ્યો સર્જાયાના વિડીયો વાયરલ થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં હડકંપ મચી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક આધેડ વયના વૃદ્ધ ઈસમ ને કેટલાક યુવાનો લક્ઝરી બસ પાસે માર મારી તેને નીચે ઢાળી દેતા નજરે પડી રહ્યા છે, ત્યારે તેઓને છોડાવવા માટે કેટલીક મહિલાઓ સહિત કેટલાક યુવાનો આવતા તેમના વચ્ચે પણ મારામારીના દ્રશ્યો સર્જાયેલા દ્રશ્યમાન થાય છે.આ આ સમગ્ર મામલો બસમાં બેસવા માટે મારામારી માં પરિવર્તિત થયો હોવાનો ચર્ચાસ્પદ બનેલ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ વચ્ચે મારામારી થતા સુરક્ષા જવાનો વાયરલ વિડિયો મા ક્યાંય પણ નજરે પડી રહ્યા નહોતા.

પોલિસે આવી મામલો થાળે પડ્યો હતો,
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસમાં બેસવા જેવી મામુલી વાતમાં મારામારી થવાનો આ બનાવ નો વિડીયો વાયરલ થતા લોકમુખે ભારે ચર્ચાસ્પદ બની રહ્યો છે, આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય કે કેમ તેની માહિતી પ્રાપ્ત થયેલ નહોતી, પરંતુ ચર્ચા મુજબ પ્રવાસીઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જ સમાધાન કારી ભૂમિકા ભજવવામા આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here