સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત માત્રથી મનની શાંતિ અને આરામની ભાવના અનુભવાય છે, આવનાર દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થાય એવી આશા – એસ. જયશંકર,કેન્દ્રીય વિદેશ મંત્રી

કેવડીયા કોલીની,(નર્મદા) આશિક પઠાણ :-

આરોગ્યવન,એકતા નર્સરી સહિત વિવિધ સંલગ્ન પ્રોજેક્ટની મુલાકાતથી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર અંત્યત પ્રભાવિત

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા આરોગ્ય વનની મુલાકાત લીધી હતી.જેમાં ઇન્ડોર પ્લાન્ટ સેકશનમાં અલગ-અલગ છોડની પ્રજાતી વિશે આરોગ્યવનના ગાઈડ સુશ્રી હેતલબેન પટેલે વિસ્તૃત જાણકારી આપી હતી. તેની સાથોસાથ યુનિટી વિથ નેચર, ગાર્ડન ઓફ કલર્સ ,અરોમા ગાર્ડન, લોટસ પોન્ડ, ઔષધ માનવ, યોગા ગાર્ડન, અલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન સહિત આરોગ્ય વનનાં વિવિધ પ્રભાગોની વિસ્તૃત સમજ મેળવી હતી.

ત્યારબાદ વિદેશ મંત્રી એ એકતા નર્સરીની મુલાકાતમાં બાંબુ ક્રાફ્ટ, એરિકા લીફ, યુટેન્સીલ્સ, ઓર્ગેનિક કુંડા,યાંત્રિક રીતે ઓર્ગેનિક થાળી-વાટકી બનાવટ-ઉત્પાદનની પ્રક્રિયાના નિરીક્ષણ ઉપરાંત હાઇડ્રોપોનિક એન્ડીક્રાફ્ટ, મધમાખી ઉછેર, કડકનાથ મરઘા, ટ્રાયબલ હટમાં પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રી પણ રસપૂર્વક નિહાળી હતી.

કેવડીયાના વિવિધ પ્રવાસીય પ્રભાગોની મુલાકાત લઇને પોતાના પ્રતિભાવોમાં વિદેશ મંત્રી એ જણાવ્યુ હતુ કે, આ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વનની બીજી વખત મુલાકાત કરી અને આરોગ્ય વનનો વિકાસ જોઈ ખૂબ આનંદ થયો.અહીંની મુલાકાત માત્રથી મનની શાંતિ અને આરામની ભાવના અનુભવાય છે,જે વ્યક્ત કરવું ખૂબ મુશ્કેલ છે.આજ પ્રકારનું સારું કામ ચાલુ રાખો અને આવનાર દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થાય એવી આશા પણ તેઓ એ વ્યક્ત કરી હતી, વધુમાં જણાવ્યુ હતુ કે, એકતા નર્સરીનો થઈ રહેલો વિકાસ જોઈને ખૂબ આનંદ થયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી નો એક હરિયાડુ ભાગ છે જે સાચે જ મનોહર છે.

કેવડીયાની મુલાકાત દરમ્યાન ઇ-રીક્ષા અને ઇ-કારની સફર પણ તેઓએ માણી હતી અને તેઓએ અત્યંત પ્રસન્નતા વ્યકત કરી હતી અને રીક્ષા ચાલક મહિલાઓ સાથે વાર્તાલાપ કરીને જાતમાહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર ડી.એ.શાહ, પોલીસ અધિક્ષક હિમકર સિંહ,અધિક કલેકટર આર.ડી.ભટ્ટ અને હિમાંશુ પરીખ, પ્રાયોજના વહીવટદાર બી.કે.પટેલ, નાયબ કલેકટર નિલેશ દુબે અને કુલદીપસિંહ વાળા, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા સહિત સંબંધિત અધિકારી ઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here