કાલોલ : એસટી વિભાગની સિસ્ટમમાં મોટી બેદરકારી સામે આવી, દિવસની ૧૭,૦૦૦ ઇન્કમ ધરાવતી બસ ચોવીસ કલાકથી વધુ સમય સુધી કાલોલ બસ સ્ટેશનમાં જ ઉભી રહી…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

દાહોદ થી સુરત રૂટની દિવસની ૧૭,૦૦૦ ઇનકમ વાળી બસના આગલા ટાયરમાં અવાજ આવતા બસ અંકલેશ્વર ડેપો ની અને રૂટ દાહોદ થી સુરત હોય તેમજ ડ્રાઈવરે બસ સમય સૂચકતા વાપરી બસ કાલોલ સ્ટેશનમાં લાવી ઉભી રાખેલ હતી.જેમાં પિસ્તાલીસ પેસેન્જરને જોઈ ડ્રાઈવરે ૧૪ કિલોમીટરના અંતરે આવતા હાલોલ વર્કશોપ ડેપોમાં પોતે જઈ જાણ કરવા છતાંય આંખ આડા કાન કરતા બસ એટેન કે રીપેર કરવા જોવા પણ ન આવતા. સુરત જતા રોષે ભરાયેલા પેસેન્જરો ને કલાકો સમય વીત્યા પછી ઉભા રહીને કંટાળી બીજી બસમાં જવાનો વારો આવ્યો હતો. સરકાર દ્વારા લોકો સલામત રીતે મુસાફરી કરી શકે તે માટે કરોડો રૂપીયાનો ખર્ચ એસટી બસ પાછળ કરવામાં આવ્યો છે પરંતુ સ્થાનિક તંત્રની અને વર્કશોપ ડિપાર્ટમેન્ટની બેદરકારીના કારણે અમુક રૂટની એસટી બસોનું રીપેરીંગ કે મેઈન્ટેનન્સ કરવામાં ન આવતાં મુસાફરોને રસ્તા વચ્ચે રઝળી પડવાનો વારો આવે છે ત્યારે તાજેતરમાં જ દાહોદ થી સુરત રૂટની બસમાં ખામી હોવા છતાં એસટી વિભાગનાં જવાબદાર તંત્ર કે કર્મચારીઓ દ્વારા ધ્યાન રાખવામાં ન આવતા બસમાં ખામી સર્જાતા દૂરના મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનામા સરકાર દ્વારા સલામતી સવારી એસટી અમારીના સુત્રો પોકળ સાબિત હોવાનું દેખાઈ રહ્યું છે.પેસેન્જરો અને નિહાળી રહ્યા ઘટના આમ જનતા સરકાર સામે અનેક સવાલો ઉઠાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here