રાજપીપળા પંથક માં મોટર સાયકલ ની ચોરી કરનાર ચોર ને દ્વારકા ખાતે થી ઝડપી પાડતી નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મધ્યપ્રદેશ નાં અલીરાજપુર નો ચોર મોટર સાયકલ ચોરી બે વર્ષ થી છૂપાતો ફરતો પોલિસે ઝડપી પાડયો

રાજપીપળા પંથક માથી વાહન ચોરી થવાના અનેક બનાવો અવાર નવાર બનતા હોય છે ત્યારે પોલીસ મથક મા વાહન ચોરી ની ફરીયાદો પણ થતી હોય છે, ત્યારે આવા વાહન ચોરી ના કેસો કે જે પોલીસ મથક માં નોંધાયા ટી છે પણ તેના આરોપીઓ ઝડપાયા નથી તેવા આરોપીઓ ને ઝડપી કેસો ઉકેલવાની સુચના અને માર્ગદર્શન વડોદરા રેન્જ આઇજી સંદીપ સિંહ અને જીલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બે a પોલીસ વિભાગ ને આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ નર્મદા પોલીસ સક્રિય બની હતી અને બે વર્ષ પહેલાં રાજપીપળા પોલીસ મથક મા નોંધાયેલ વાહન ચોરી ના આરોપી ને બેટ દ્વારકા ખાતે થી ઝડપી પાડયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. ખાંભાલા ને બાતમી મળી હતી કે રાજપીપળા પોલીસ મથક ના 2021 માં નોંધાયેલ વાહન ચોરી ના મામલા માં સંડોવાયેલ મધ્યપ્રદેશ ના અલીરાજપુર જીલ્લા ના સુમન્યા ગામ નો આરોપી રાજપીપળા થી વાહન ચોરી કરી બેટ દ્વારકા ના ભાણવડ તાલુકાના પારવડા ગામ ની સીમ મા છે જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ના જવાનો એ વોચ ગોઠવી તેને ઝડપી પાડયો હતો અને રાજપીપળા ખાતે લાવી રાજપીપળા પોલિસ મથક ને હવાલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here