સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી પ્રક્રિયામાં UGC અને શિક્ષણ વિભાગના પરિપત્રનો સંપૂર્ણરીતે અનાદર થય રહ્યો હોય તેવી ચર્ચા…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઘણાં સમય બાદ કાયમી રજિસ્ટ્રાર – પરિક્ષા નિયામકની ભરતી થવા જઈ રહી છે, જેના તા. ૨૦ અને ૨૧ એ ઇન્ટરવ્યૂ પણ યોજાવાના છે. ત્યારે આ ભરતી પ્રક્રિયામાં UGC અને શિક્ષણ વિભાગના પરિપત્રનો સંપૂર્ણરીતે અનાદર થય રહ્યો હોય, તેવું જાણવા મળે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કુલસચિવ અને પરિક્ષા નિયામકની જે ભરતી થઇ રહી છે, તેમાં યુનિવર્સીટીના સ્ટેચ્યુટ અને ગુજરાત સરકારના તા. ૨૨/૧૧/૨૦૧૮ પરિપત્ર ક્રમાંક પગર/૧૨૦૮/૩૬૬૨ નું ભંગ થઇ રહ્યું છે. જેમાં નીચે મુજબની સ્પષ્ટ જોગવાઇઓ દર્શાવેલ છે કે પાંચ વર્ષના સમયગાળા માટે સરકારી યુનિવર્સીટીમાં મંજૂર કરવામાં આવેલી રજીસ્ટ્રારની જગ્યાઓ પર નિમણૂંક આપવાની રહેશે તેમજ એટલી જ સમયમર્યાદામાં લંબાવી શકાશે, આવી સમયમર્યાદા લંબાવવા માટે જરૂરી જસ્ટિફિકેશન સાથે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરવાની રહેશે. તેમજ રજિસ્ટ્રારની જગ્યા પર નિમણૂંક માટેના ઉમેદવારોની લાયકાતો સંબંધે સ્ટેચ્યુટમાં સુધારા કરવાની આવશ્યકતા જણાય તો તેવા સુધારા કરીને સરકારશ્રીની મંજૂરી મેળવવાની થતી હોય છે.

આ બાબતે સ્ટેચ્યુટમાં સુધારા માટે સેનેટ સભામાં તા. ૦૧/૦૨/૨૨ ના રોજ દરખાસ્ત રજૂ કરવામાં આવેલી હતી પરંતુ એ દરખાસ્ત સેનેટમાં નામંજૂર કરવામાં આવી હતી, તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કોઈ પણ જાતનો સ્ટેચ્યુટમાં સુધારો કરવામાં આવેલો નથી તેમજ શિક્ષણ વિભાગ ના પરિપત્રનો ઉલાળ્યો થતો દેખાય રહ્યો છે, જે ખરેખર નિંદનીય બાબત છે.

તેથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ની સ્પષ્ટ માંગણી છે કે, આ ભરતી માટે સૌ પ્રથમ જરૂરી એવા સ્ટેચ્યુટમાં સુધારો કરવામાં આવે તેમજ ગુજરાત સરકારના પરિપત્રનો સંપૂર્ણ રીતે અમલ કરવામાં આવે, ત્યારબાદ જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજાય અને ભરતી કરવામાં આવે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા CYSS પ્રમુખ સુરજ બગડા, કેયુર દેસાઈ, ઉત્સવ કોરાટ, ચેતન ચાવડા, સ્વપ્નિલ ભિંડોરા, જિગ્નેશ પટેલ, દીપ સંઘાણી, અનુરાગ દાફડા, નિખિલ લકકડ, દિગુભા વાઘેલા, પ્રણવ ગઢવી, રાજદીપસિંહ વાઘેલા, પિયુષભાઇ ભંડેરી, મૌલિકભાઇ ચૌહાણ, રાજદીપભાઇ વગેરે હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here