સુરત : GST દર ઘટાડવામાં નહીં આવે તો 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત…

સુરત, દિપ મહેતા :-

સુરતમાં બે ચાર આગેવાનો વેલ્યુ ચેઇનના સ્ટોક હોલ્ડર નથી તેમણે કહ્યું હતું કે , જીએસટીના દરને લઇ ઊભા થયેલા પ્રશ્નનું નિરાકરણ પણ સરકાર જ લાવશે દર ઘટાડવામાં નહીં આવે તો 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત મેનમેઇડ ટેકસટાઇલ વેલ્યુ ચેઇન પર જીએસટીનો દર 5 ટકાથી વધીને 1 જાન્યુઆરી 2022 થી12 ટકા થવા જઇ રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા આ મામલે 5 ટકાનો દર યથાવત રાખવા કોઇ હિલચાલ કરવામાં નહિ આવતા સુરતની કાપડ માર્કેટના નાના વેપારીઓની ધીરજ હવે ખૂટી છે . સુરતની 170 કાપડ માર્કેટોમાં 70 ટકા નાના દુકાનદારો કામ કરે છે . 2017માં કાપડ પર જીએસટી લાગુ થયું ત્યારે આંદોલન છેડનાર ટેકસટાઇલ યુવા બ્રિગેડ દ્વારા સરકારને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો જીએસટીનો દર ઘટાડવામાં નહીં આવે તો પછી 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી છે તથા વેપારીઓ કાળી પટ્ટી પહેરી દુકાને જશે અને સાંકેતિક વિરોધ પણ નોંધાવશે હવે 15 ડિસેમ્બરથી રામધૂન કેન્ડલમાર્ચ સદ્ગુદ્ધિ યજ્ઞ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂકરાશે સરકાર કાપડના વેપારીઓ અને વિવર્સોના સંગઠનોને સ્ટેક હોલ્ડર ગણતી નથી કેન્દ્રના ટેકસટાઇલ રાજય મંત્રી દર્શના જરદોશે ચેમ્બરના યાર્ન એક્ષપોને સંબોધતા કહ્યું હતું કે , જીએસટીનો દર ટેકસટાઇલની વેલ્યુ ચેનમાં 5 થી 12 ટકા કરવા માટે સરકારે સ્ટેક હોલ્ડર સાથે બેઠક યોજી નિર્ણય લીધો છે . સુરતમાં બે ચાર આગેવાનો વેલ્યુ ચેઇનના સ્ટોક હોલ્ડર નથી તેમણે કહ્યું હતું કે , જીએસટીના દરને લઇ ઊભા થયેલા પ્રશ્નનું નિરાકરણ પણ સરકાર જ લાવશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here