સુરત શહેરના “સેન્ટ્રલ ઝોન”માં ગેરકાયદેસર બાંધકામની જીવંત તસ્વીર…બાંધકામ કરનાર બિલ્ડર્સની બહાદુરી સોશિયલ મીડિયામાં ચર્ચાના સ્થાને…

સુરત, દિપ મહેતા :-

સંવેદનશીલ રાજ્ય સરકારે હાલમાં જ જમીન માફિયાઓ તથા બિલ્ડર માફિયાઓને ડામવા લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા અમલમાં મુક્યા છે, અને આ કાયદાના ખૌફે પ્રોપર્ટી પચાવી પાડવાના બનાવોમાં અમૂક અંશે ઘટાડો પણ નોંધાયો છે. પરંતુ રાજ્યના નાના ગામો સહિત મોટા શહેરોમાં આજે પણ બિલ્ડર લોબીઓ પોતાનો દબદબો યથાવત રાખી કે પછી જવાબદાર તંત્રના અમુક બાબુઓ સાથે વ્યવહારો સાચવી અવેધ બાંધકામોને હવામાં લહેરાતા અચકાતા નથી… એટલે કે કાયદાકીય મંજૂરીઓ વગર જૂજ રૂપિયાની લાલચમાં પોતાની તોતિંગ ઇમારતોને બે ખૌફ રીતે ઠોકી બેસાડે છે.

આવો જ એક બનાવ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનની હદ વિસ્તારમાં આવતા હોળી બંગલા મેઇન રોડ ઉપર જીવંત આંખે દેખાઈ આવે છે, શહેરના સેન્ટ્રલ ઝોન કહેવાતા વિસ્તારમાં એક બિલ્ડર પોતાની મનમાનીએ ઉતર્યો હોય એમ બે રોકટોક કોઈની પણ બીક વગર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યો છે… આ બાબતમાં વિચારાધીન પ્રશ્ન તો એ છે કે અગાઉ સેન્ટ્રલ ઝોન દ્વારા બાંધકામ કરનાર ઇસમોને ડિમોલીશન તથા નોટિસ પાઠવવામાં આવી હતી તેમછતા બિલ્ડર્સ બંધુઓ આજે પણ બાંધકામ બાંધી રહ્યા છે.

આ અવેધ બાંધકામને લઈને એક જાગૃત નાગરિક દ્વારા ઓનલાઈન તથા લેખિત અરજી કરવામાં આવી હતી એટલુંજ નહીં અરજદારે રજુઆત સ્વરૂપે વારંવાર અરજી કરેલ હતી તેમ છતા અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું…!!?
હવે તો લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે શું વિજિલન્સ એન્ડ ઇન્સપેસક્શ વિભાગ તરફ થી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ગુલાબી કાગળના કમાલથી જવાબદાર બાબુઓને પણ ખુશ કરવામાં આવશે….!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here