સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ અને ઉમલ્લાના આરોગ્ય કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પગાર ન ચુકવાતા કમિશનરને કરી રજુઆત

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોરોના ના કપરા કાળમાં ફરજ બજાવતા કર્મચારી ઓ ત્રણ ત્રણ મહિનાઓ થી પગાર થી વંચિત

સાંસદ મનસુખ વસાવાએ પોતાના મતવિસ્તારમાં સમાવિષ્ટ રાજપીપળા પાસે ના ઉમલલલા સહિત નેત્રંગ ખાતે ના આરોગ્ય કેન્દ્ર મા ફરજ બજાવતા કર્મચારી ઓને છેલ્લા ત્રણ ત્રણ મહિનાઓ થી પગાર ના નાંણા આઉટસોર્સિંગ એજન્સી દ્વારા ચુકવવામાં જ ન આવતાં આરોગ્ય કમિશનર ને પત્ર લખી ત્વરિત પગલાં ભરવા ની માંગ કરી છે.

આરોગ્ય કમિશનરશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.ને લખેલા પત્રમાં સાંસદ મનસુખ વસાવાએ જણવયા નુસાર ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવેલ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સી.એસ.સી.સેન્ટર તથા નેત્રંગ તાલુકાના નેત્રંગ સી.એસ.સી. સેન્ટરમાં ફરજ બજાવતા વર્ગ-૪ અને વર્ગ-૩ના આઉટસોર્સિંગના કર્મચારીઓ કોરોના મહામારીમાં છેલ્લા ત્રણ માસથી કોરાના દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બજાવી રહ્યા છે, પરંતુ છેલ્લા ત્રણ માસથી આ કર્મચારીઓને એજન્સીઓ તરફથી પગાર ચૂકવવામાં આવેલ નથી, તેથી હાલમાં દિવાળીનો તહેવાર આવતો હોવાથી તથા આવતીકાલે નેત્રંગ તાલુકાના સી.એસ.સી સેન્ટરમાં સાંસદ મનસુખ વસાવા રૂબરૂ મુલાકાત લેનાર હોય તાત્કાલિક અસરથી સી.એસ.સી સેન્ટરમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓનો પગાર એજન્સી તરફથી ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here