ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઈ માં સફાઈ કામદારો ની હડતાળ ને પગલે ઠેરઠેર ડ્રેનેજ ઉભરાય છે અને ગંદકી ના ઢગે ઢગ જોવા મળે છે ડભોઇ ના નગરસેવકો ને પોતાના મતવિસ્તારમાં ફરવુ રાજકીય રીતે કષ્ટ દાયક બનવા પામ્યું છે ત્યારે ડભોઈ ના વોર્ડ નંબર ૫ ના મહિલા નગરસેવીકા ફેમિદા બાનું ના પતિ અલ્તાફ ભાઈ મન્સુરી ( લાલા ભાઈ સાકભાજી વાળા) એ જાતે સાક માર્કેટ પણ ભેગુ થયેલ અનહદ કચરો અને ગંદકી સાફ કરી સમસ્યા નું નિરાકરણ કરવા માં આવતા સાક માર્કેટ ના દુકાનદાર અને ઠેલાવાડા ઓમાં આનંદ ની લાગણી જોવા મળી છે ત્યારે એક રાજકીય કાર્યકર ની સમાજ પ્રત્યે ની જવાબદારી કાર્યકર લોકો ના હૃદય માં સ્થાન પ્રાપ્ત થાય છે.