શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૮૧ મો ભાવ પુષ્પાંજલિ પર્વ – ત્રિદિવસીય પર્વ ભકિતભાવ પૂર્વક દબદબાભેર ઊજવાયો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં
અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ભાવ પુષ્પાંજલિ પર્વ – ૮૧ મો પ્રાગટ્ય પર્વ સંતો-હરિભકતોએ સાથે મળી ત્રિદિવસીય ઉમંગભેર ઉજવણી કરી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના શણગારથી શોભાયમાન
શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પુષ્પહાર ધારણ કરી ચરણોમાં બિરાજમાન થયા હતા.

આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી ગ્રંથની પારાયણ તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવનકારી અવસરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી.
પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સ્તુતિ વંદના, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ,
પૂજનીય સંતોની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે
સનાતન વૈદિક ધર્મમાં ઉદારતાના પાઠ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાસેથી મેળવ્યા છે. તેઓશ્રીનું પાવનકારી સાનિધ્ય, સત્સંગ અને પ્રસંગોથી અસંખ્ય મુમુક્ષોના જીવતરને સાર્થક બનાવવાના યજ્ઞમાં સક્રિય રહે છે. તેઓશ્રીમાં પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સમન્વય છે તેમજ સેવા, સમર્પણ, સહજતા અને સરળતાનાે સંગમ દીપી ઊઠે છે એવી તેઓશ્રીની લોકોત્તર પ્રતિભા છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર
આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પૂજન, અર્ચન કરીને આરતી ઉતારી હતી અને આશીર્વાદમાં જણાવ્યું હતું કે ,
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ
એટલે ગુરુભક્તિ, સહનશીલતા, પરોપકારી તથા સદ્ગુણોથી ભરેલી પ્રેમમયમૂર્તિ. આજના પાવનકારી પર્વે એમના જેવા કિંચિત સદ્ગુણોનો આપણા જીવનમાં આત્મસાત્ કરીએ તો આપણે સાચા અર્થમાં ભાવ પુષ્પાંજલિ પર્વ ઊજવ્યું કહેવાય.

આ દિવ્ય પાવનકારી અવસર શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના સંતો તથા દેશ વિદેશના હરિભક્તોએ સાથે મળીને ભકિતભાવ પૂર્વક દબદબાભેર ઊજવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here