નસવાડી : તણખલા ગ્રુપની વાંકીખાખર પ્રાથમિક શાળામાં શિક્ષક પીધેલી હાલતમાં આવતા ગામ લોકોમાં રોષ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નશાની હાલતમાં શિક્ષક ભાન ભૂલ્યા અને શાળા ના આંગડામાં ગબાળતા પડ્યા ઉભા થવાની હાલતમાં પણ શિક્ષક ન હતા

નસવાડી તાલુકા ના વાંકીખાખર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક નશો કરીને આવતા ભાન ભૂલ્યા હતા અને ગામ લોકોને જાણ થતાં શાળાએ આવ્યા હતા અને શિક્ષકને સવાલો પૂછવામાં આવ્યા હતા કે તમે કેવી હાલત માં છો પરંતુ શિક્ષક ના જવાબ માં પણ દારૂ જડકતો હતો અને પીધેલી હાલતમાં પણ પોતાનો બચાવ કરતા નજરે પડ્યા છે અને આવી સ્થિતિ ઘણા સમય થી જોવા મળી રહી હતી અને આજે તો હદ થતા ગ્રામજનો પણ ગુસ્સે થયા હતા અને રોષ વ્યકત કર્યો હતો અને આ બનાવ ની જાણ નસવાડી ખાતે થતા શિક્ષણ તંત્ર પણ ત્યાં આવી પહોંચ્યું હતું અને એમને ગાડીમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા જિલ્લામાં પણ જાણ કરવામાં આવી હતી અને હવે તંત્ર આગળની કાર્યવાહી કરશે અને આ બનાવ ના પગલે ભણવા આવતા બાળકો ઘભરાય ગયા હતા અને ગામલોકોની માંગ એ છે કે અમારા ગામમાં આવા શિક્ષકોની નિમણૂક કરવી નહીં અને આવી પરિસ્તીથીમાં શિક્ષક શું ભણાવે અને ગ્રામજનો ના કેહવા મુજબ કે આ શિક્ષક વારંવાર દારૂ પી ને શાળાએ આવતો હતો પરંતુ છોકરાઓ એ શિક્ષકની બીક ને કારણે પોતાના માં બાપ ને જાણ કારેલ નથી અને શિક્ષક જ જો આવું કરે તો વિદ્યાર્થીઓ પર શુ અસર પડે આમ ગામલકો ચર્ચામાં હતા અને વધારામાં જણાવ્યું કે આવાને આવા માસ્તર હોય ત્યાં બાળકોનું ભવિષ્ય શુધરે કે બગડે એવા સવાલો ગ્રામજનોએ કર્યા હતા અને માસ્તર એટલે જેનું માં જેવું સ્તર હોય એને માસ્તર કહેવાય પરંતુ વાંકીખાખર ગામે તો કહેવત ખોટી પડી અને વાંકીખાખર ની શાળા ધોરણ 1 થી 5 સુધી ચાલતી શાળા છે તો ત્યાં બાળકો માંડ પાંચ થી દસ વર્ષના હોય શકે તો આવા મસ્તરો હોય ત્યાં બાળકો પર કેવી અસર પડે એ મોટો પ્રશ્ન બન્યો છે અને ગામલોકો નું કહેવું છે કે આવા શિક્ષકોને શિક્ષાત્મક પગલાં લેવાય એવી ગ્રામજનોની માંગ ઉઠી છે કારણ કે બીજી વાર કોઈ શિક્ષક આવા કૃત્ય કરતા પહેલા વિચારે આમ ગ્રામજનો એ જણાવ્યું હતું હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here