વાંકાનેરની કોટડા નયાણી ગામ પંચાયત બની સમરસ… ક્ષત્રિય સમાજ સહિત સર્વે સમાજે વિકાસને લીલીઝંડી આપી

વાંકાનેર,(મોરબી) આરીફ દિવાન :-

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણીને લઈનેઠંડીના માહોલમાં રાજકીય ગરમાવો રહ્યો છે ત્યારે રાજકીય નેતાઓની રાજકીય ખેલ દિલી માં કોઈને સફળતા તો કોઈને નિષ્ફળતા ગ્રામ પંચાયતને સમરસ કરવામાં મળતી જોવા મળી રહી છે ત્યારે 2021 ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી અંતર્ગત વાંકાનેર તાલુકાના કોટડા નયાણી ગામ ખાતે આજરોજ તારીખ 3 12 2021 ના રોજ સમગ્ર ગ્રામજનો સહિત સર્વ સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા કોટડા નયાણી ગામને વિકાસ દિશામાં કોટડા નયાણી ગામ રળિયામણું બને તેવા હેતુસર રાજપૂત ક્ષત્રિય સમાજ ના વડીલો યુવાનો ઉપસ્થિત રહીને આઝાદી પછી લગભગ સાઈઠ પાંસઠ વર્ષ પછી બધા ના સહીયારા પ્રયાસો થકી ” સમરસ”ગ્રામ પંચાયત કરવામાં આવી અને સૌ મીઠા મોઢા કરીને સામુહિક માં વાંકાનેર ખાતે “વિજય મુહૂર્ત”માં ફોર્મ ભરવા ગયેલ જેમાં સરપંચ તરીકે ચકુભાઈ જેરામભાઈ ગોરીયા, ઉપસરપંચ ભગીરથસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા તેમજ સભ્યો તરીકે બળદેવસિંહજી નોઘુભા, ધર્મેન્દ્રસિહજી લધુભા( મહીલા અનામત), રાજેન્દ્રસિંહજી ચનુભા, ગણેશભાઈ વશરામભાઇ પટેલ, કાળુભાઇ મેતર,યાસીનબેન હબીબભાઈ સંધી ઉપસ્થિત વડીલો શ્રી રણછોડજીદાદા, પૂર્વ સરપંચ શ્રી વિજયસિંહજી બાલુભા,પૂવૅ સરપંચ દશરથસિહજી રામભા, ભરતસિંહજી લધુભા, જામભાદાદા, હરપાલસિહજી ભરતસિહજી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહીપાલસિહજી નીરૂભા,પ્રવિણસિહજી સજજનસિહજી, પૂર્વ સરપંચ વિજયસિહજી દીલુભા ,રઘુવીરસિહજી પૃથ્વીસિંહજી ,વનરાજસિહજી અનોપસિહજી,ભરવાડ બાલાભાઈ, કિશોર ઘુસાભાઈ કોળી, કાસમભાઈ સંધી,ગોપાલ છગનભાઈ ભરવાડ તેમજ “સમરસ” કરાવવામાં જેમની મુખ્ય ભૂમિકા રહી એવા શ્રી ભુપેન્દ્રસિંહજી મહાવીરસિહજી, નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી દશરથસિહજી જીલુભા, શ્રી જયેન્દ્રસિહજી સજજનસિહજી પૂર્વ ગૃહપતિ શ્રી હરભમજી રાજ રાજપૂત છાત્રાલય રાજકોટ,માજી સરપંચ શ્રી દશરથસિહજી સજજનસિહજી, શ્રી અજીતસિહજી સા.નિવૃત આચાર્ય શ્રી, કોટડા નાયાણી રાજપૂત સેવા સમાજ ના પૂર્વ પ્રમુખ શ્રી અને નિવૃત્ત કસ્ટમ અધિકારી શ્રી દિલીપસિહજી ઘનશ્યાસિહજી સૌની ખૂબ હકારત્મક અને પોઝેટીવ વિચાર ધારા થી ઉજજવડ ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને પૂર્વ ભૂમિકા નિભાવી મહેનત કરેલી.સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ ” હમ એક બને સબ નેક બને”
ગામની એકતા જળવાય અને વિકાસ ના કામો કરતા રહે તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ કોટડા નાયાણી ગામની “એકતા” રૂપે ગૌર સાથે વિકાસ લક્ષી કાર્યો થાય તેવી આશાઓ સાથે સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત સમસ્ત કોટડા નયાણી ગ્રામ પંચાયતને સમરસ કરી વિકાસની દિશામાં કોટડા નયાણી ગામની રળિયામણું બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે જે સર્વે કોટડા નાયાણી ગામના અગ્રણીઓ આગેવાનો હાજરી આપી હતી તેમ માજી સરપંચના પુત્ર હિતુભા જાડેજા એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here