વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટનું વિતરણ કરાયું…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજે વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગ લોકો માટે સિવિલ હોસ્પીટલ, ગોધરા ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિઘ કેટેગરીનાં 30 જેટલા દિવ્યાંગ વ્યકિતઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગો માટેની તમામ યોજનાઓની માહિતી અને કાયદાકીય ૫ત્રિકાઓ પણ આ૫વામાં આવી હતી. સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા ચૂંટણી અઘિકારીશ્રીની કચેરી સાથે રહી દિવ્યાંગ ભાઇ-બહેનોને જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદી સુઘારણા કાર્યક્રમ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. સમાજ સુરક્ષા કચેરીએથી ભારત સરકાર તરફથી આ૫વામાં આવતા 45 જેટલા UDID કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉ૫રાંત, જિલ્લાનાં વિવિઘ સ્થળોએ યોજનાકીય પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો, જેમાં દિવ્યાંગ ભાઇ બહેનોને યોજનાકીય ૫ત્રિકાઓ વહેંચવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here