પંચમહાલ : શહેરા તાલુકામા આવેલી સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિભાગની આકસ્મિક તપાસ દરમિયાન અનાજની વધઘટ સામે આવતા ચાર પરવાનેદારો સામે કાર્યવાહી કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાની અન્ય દુકાનોમા પણ તપાસ કરવામા આવે તેવી જાગૃત નાગરિકોની માંગ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી 11 જેટલી સસ્તા અનાજની દુકાનો પર જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.સસ્તા અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરતા ગ્રાહકોને આપવામા આવતા અનાજમા વધ અને ઘટ જોવા મળી હતી.સાથે સાથે નમૂનાના બોર્ડ કે રેકોર્ડ નિભાવવામાં આવ્યા ન હતા.પુરવઠા વિભાગ દ્વારા ચાર પરવાને દારો સામે કાર્યવાહી કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી સસ્તા અનાજની કેટલીક દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપવાની વ્યાપક બુમો પાછલા ઘણા સમયથી પડી રહી હતી.પરિણામે રેશનકાર્ડ ધારકોને તેમના હકનુ અનાજ મળતુ ન હતુ. પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ રેશનકાર્ડ ધારકોને પોતાના હકનુ અનાજ મળી રહે તે માટે જે કામગીરી કરી રહ્યા છે.તેના કારણે રેશનકાર્ડ ધારકો અને આમ જીલ્લાની પ્રજા પણ ખુશ છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી સસ્તા અનાજની 11 જેટલી દુકાનો પર જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઓચીંતી તપાસ હાથ ધરવામા આવી હતી.જેના પગલે દુકાનદારોમા ફફડાટ વ્યાપી ગયો હતો. જેમા ગમન બારિયાના મુવાડા,બોરીયા,કોઠા, શેખપુર. હોસેલાવ, ઝોઝ,તાડવા.ડોકવા,ઉમરપુર ગામમા આવેલી સસ્તા અનાજની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી,જેમા તપાસ દરમિયાન ઘઉ,ચોખા,ખાંડની વધ તેમજ ઘટ મળી આવી હતી. તેમજ દુકાનદારો દ્વારા જે નિયત નમુનાના બોર્ડ રેકોર્ડ પણ નિભાવામા આવ્યા ન હતા.આ તપાસમા ચાર સસ્તા અનાજની દુકાનદારોના પરવાને દાર સામે કાર્યવાહી કરવામા આવી હતી. આમ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ હાથ ધરતા સસ્તા અનાજની દુકાનોમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.અત્રે નોધનીય છે કે શહેરા તાલુકામા આવેલી અન્ય સસ્તા અનાજની દુકાનો પર તપાસ હાથ ધરવામા આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામા આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here