શહેરા નગરમાં મુહરર્મના તહેવારને લઈ અનેકતામાં એકતાનો સંદેશ આપતી વર્ષો જૂની પરંપરા યથાવત…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગરમાં પણ મુહરર્મના તહેવારને લઈને વર્ષોથી ચાલતી પરંપરાગત મુજબ શુક્રવારના રોજ શહેરાની સંસ્કાર સ્કૂલ ખાતે શહેરા નગરના મુસ્લિમ ભાઈઓએ હિન્દુ ભાઈઓ દ્વારા હિન્દૂ ભાઈઓ માટે કસુંબા પાણીનું આયોજન કરાયું હતું,જેમાં મહાજન સમાજના પ્રમુખ મુકેશભાઈ દેસાઈના હસ્તે શ્રીફળ વધેલી મુસ્લિમ ભાઈઓએ હિન્દુ ભાઈઓ પાસે તાજીયાના ઝુલુસ માટેની પરવાનગી માંગી હતી. આ પ્રસંગે ડી.વાય.એસ.પી. ચિરાગ વાડોદરીયા, શહેરા પી.આઈ. પી.એમ.જુડાલ, પો.સ.ઇ. એસ.એમ.ડામોર, પો.સ.ઇ. જી.એમ.ગમારા, મહાજન સમાજના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, કસ્બા સમાજના પ્રમુખ આમીનખા અન્સારી તેમજ ઘાંચી સમાજના પ્રમુખ ઈકબાલભાઈ પોચા સહીતના હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનોએ આ કસુંબા પાણીનામાં ઉપસ્થિત રહીને કોમી એકતાનું પ્રતીક જળવાઈ રહે તે માટેની સમજ આપી દેશ અને દુનિયામાં કોમી એકતા જળવાઈ રહે તેવી પણ સમજ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here