શહેરા તાલુકાના ખોજલવાસા ગામના પચાસ યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

શહેરા,(પંચમહાલ) ઇમરાન ખાન :-

સામાજિક એકતા, રાજકીય એકતા અને વૈચારિક એકતા સત્તા પરિવર્તન માટે જરૂરી: જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ

આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શહેરા તાલુકાના વિવિધ ગામોના લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં તાલુકાના ખોજલવાસા ગામે નવ યુવાનોની એક બેઠક રાખવામાં આવી. આ બેઠકમાં ખુબ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા અને જિલ્લા પ્રમુખના હસ્તે પાર્ટીની ટોપી અને ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં ઉત્સાહથી જોડાયા.
ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછીએ આમ આદમી પાર્ટીની વિચારધારા બાબતે જણાવી પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ યુવાનોને પાર્ટીની સ્થાપના, દિલ્હી સરકારની કામગીરી વિશે માહિતી આપી હતી. અને ગુજરાત સરકારની નબળી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ મોટો નેતા પોતાના એક માત્ર મતથી જીત મેળવતા નથી કાર્યકરોની કામગીરી અને મહેનતથી જે તે વ્યક્તિની જીત થાય છે ત્યારે કોઈ પણ નેતાની હાર અને જીત માટે આપણે જ જવાબદાર છીએ ત્યારે હવે આપણી સામાજિક એકતા, રાજકીય એકતા અને વૈચારિક એકતા સત્તા પરિવર્તન માટે જરૂરી છે તેથી આપણી એકતા હશે તો પરિણામ આપણા પક્ષમાં હશે. ઉપસ્થિત યુવાનોને દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે આપના મિત્રો, સગા સંબંધીઓ, પરિચિતોને જણાવો કે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ અને કેમ જોડાયા તે પણ જણાવો. લોકોને નેતૃત્વની જરૂર છે. લોકો હવે દિલથી આમ આદમી પાર્ટીને સ્વિકારી રહ્યા છે ત્યારે આપણું કામ વૈચારિક વાતાવરણ બનાવવાનું છે. સૌ યુવાનોની હાજરી અને ઉત્સાહ શહેરા તાલુકામાં પરિવર્તનની લહેર લાવશે એવો આશાવાદ વ્યક્ત કરી જિલ્લા પ્રમુખે સૌને ધન્યવાદ આપ્યા હતા.
ઉપસ્થિત સૌ યુવાનોને ક્રાન્તિકારી યુવાનો તરીકે ગણાવ્યા હતા.
આજની મિટિંગમાં જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ તથા મધ્ય ઉત્તર ઝોનના કિસાન સમિતિના પ્રમુખ અરવિંદભાઈ માછી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નવ યુવાન મહેશભાઈ બારીઆ સહિત પચાસ જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here