પંચમહાલ જિલ્લામાં નવા એગ્રી બીઝનેશ સેન્ટર સ્થાપવા માટે અરજીઓ મંગાવવામાં આવી

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો.લી. રાજ્ય સરકાર સંચાલિત સરકારી સાહસ છે. જે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા વાળી ખેત સામગ્રી સમયસર તેમજ વ્યાજબી ભાવે નજીક સ્થળેથી મળી રહે તે સારું રાજ્યમાં ૧૩૦૦થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર/એગ્રી બીઝનેશ સેન્ટરનું સંચાલન કરે છે.જે સેન્ટરો રાસાયણિક ખાતરો,જંતુનાશક દવાઓ,પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણની તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની કામગીરી કરે છે.નવા એગ્રી બીઝીનેશ સેન્ટર સ્થાપવા જરૂરી લયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી પત્રક નિગમની ગોધરા કચેરી માર્કેટયાર્ડ કંપાઉન્ડ,લાલબાગ બસ સ્ટેન્ડ નજીકની કચેરી ખાતેથી તેમજ ગાંધીનગર ખાતેની વડી કચેરીથી ઓફિસ સમય દરમ્યાન મળી રહેશે.વધુ માહિતી માટે નિગમની વેબસાઇટ www.gaic.gov.in પર માહિતી મળી રહેશે તેમ આસિસ્ટન્ટ મેનેજર જી.એ.આઈ.સી.લી એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here