શહેરાના ડેમલી ગામ પાસે કારચાલકે બાઈકને ટક્કર મારતા બાઇક ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

.ઘનતા સ્થળે તપાસ કરી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો

શહેરા તાલુકાના સુરેલી ગામના અશોક ભાઈ સોલંકી તેમની પત્ની ઉષા સાથે પોતાની બાઇક લઇને મરણ પ્રસંગે રતનપુર તરફ જવા નીકળ્યા હતા. ડેમલી ગામ પાસે GJ 06 kD 6720 ના કાર ચાલકે બાઇક ને ટક્કર મારતા બાઇક ચાલક અશોક સોલંકીનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે તેમની પત્ની ઉષાને શરીરે નાની મોટી ઈજા થતા ઇમરજન્સી સેવા 108 દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માત થયા બાદ કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ મથકના રામજીભાઈ પલાસ સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here