વેજલપુર ખાતે ગૌવંશનું કતલ કરતા એક ઈસમ ઝડપાયો બે ફરાર પોલીસે ૩૫,૯૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

બુધવારે કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલા નાના મોહલ્લા ફળિયાના રહેમાનીયા મસ્જિદની આગળ રહેતા મોહમ્મદ ઈબ્રાહીમ પાડવા તેના ઘરે રહેણાંકના મકાનમાં તેનો પુત્ર ઇલ્યાસ મોહમ્મદ પાડવા અને તેનો ભાઈ ઐયુબ ઈબ્રાહીમ પાડવાભેગા મળી ગો માસનું કતલ કરાવી ગૌ માસ સગેવગે કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એચ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પોલીસને જોઈ એક ઈસમ મોટરસાયકલ ઉપર ભાગી છૂટ્યો પોલીસ અને પંચો દ્વારા તેની ઓળખ કરતા ભાગી છૂટેલો ઈસમ ઇલિયાસ મોહમ્મદ પાડવા હોવાનું જાણવા મળેલ પોલીસે ઘરમાં જય તપાસ કરતા અન્ય એક ઈસમે પણ ઘરમાંથી ભાગવાની કોશિશ કરતા પોલીસે તેને પકડી પાડી તેનું નામ પૂછતા ઐયુબ ઈબ્રાહીમ પાડવા હોવાનું જણાવેલ પોલીસે તેને સાથે રાખીને ઘરના રૂમમાં તપાસ કરતા અત્યંત ઘાતકી રીતે કતલ કરેલ ગૌવંશના અવશેષો જોવા મળેલા અડધું ચામડું ઉતારેલું ગૌ વંશ તથા તગારામાં લોહી ભરેલું હતું, ખૂણામાં ગોવંશના કાપેલા ચાર પગ જોવા મળેલા આ ઉપરાંત ગૌવંશ કટીંગ કરવા માટેના સાધનો છરીઓ, દોરડું, કુહાડા જોવા મળેલા પોલીસ પકડાયેલ ઈસમ ની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ ગૌ વંશ તેનો ભાઈ અને ભત્રીજો ઇલ્યાસ ક્યાંક થી લાવેલ છે તેના ભાઈ મોહમ્મદ ઈબ્રાહીમ પાડવા એ જણાવેલ કે તમે બન્ને ભેગા મળી કતલ કરજો હું પોલીસની વોચ રાખીશ એમ કહી ઘરની બહાર નીકળી ગયેલ જેથી પોતે તથા તેના ભત્રીજાએ કતલ કરી હતી પોલીસે મામલાની સંવેદનશીલતા જોતા તાત્કાલિક વેટનરી ડોક્ટરને બોલાવી જરૂરી સેમ્પલો લેવડાવ્યા હતા અને પકડાયેલ ઈસમ ને પોલીસ મથકે મોકલી આપ્યો હતો. કતલ કરેલી જગ્યાએ પાંચ છરી, એક મોટો થાળ, એલ્યુમિનિયમના ત્રણ તગારા ,લાકડાની હાથાવાળી કુહાડી નંગ ૨, દોરડું ,ઢીબલા જેવા સાધનો કબજે કર્યા હતા તથા ભાગી છુટેલા ઇલિયાસ મોહમ્મદ પાડવા તથા મોહમ્મદ ઈબ્રાહીમ પાડવા એમ બે સહિત ઐયુબ ઈબ્રાહીમ પાડવા એમ કુલ ત્રણ ઈસમો સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ની કલમ તેમજ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની કલમ તેમજ ઈપીકો કલમ ૪૨૯ અને જીપી એકટ ની કલમ હેઠળ ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કતલ કરેલ ગૌ માસ, લોહી યોગ્ય કાર્યવાહી કરી સરકારી ગૌચર જમીનમા દાટી મીઠું નાખી દફનવિધિ કરી નિકાલ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here