વેજલપુરમાં હોટલ સંચાલક અને પરિવાર ઉપર ટેપ વગાડવા બાબતે હુમલો કરતા ચાર સામે ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં પેટ્રોલ પંપ સામે આવેલી ધારા હોટલના વૃદ્ધ સંચાલક ગણપતભાઇ શભાઈભાઈ પટેલે નોધાવેલી ફરિયાદ મુજબ ગત તા ૨૩/૦૯ ના સાંજના સુમારે તેઓ તેમની પત્ની મીનાબેન દીકરો પ્રકાશ ઉર્ફે ભયલુ તથા તેમનો નાનો દીકરો દેવલ અને દીકરા ની વહુ દેવિકા સુનિલભાઈ પટેલ હોટલ પર હાજર હતા ત્યારે નજીક રહેતા (૧) સિદ્ધાર્થભાઇ બાબુભાઈ વણકર (૨) બાબુભાઈ રણછોડભાઈ વણકર (૩) સંગીતાબેન બાબુભાઈ વણકર (૪) લક્ષ્મીબેન રણછોડભાઈ વણકર તમામ રે નાયક સોસાયટી વેજલપુર એમ ચારેવ જણ લોખંડની પાઈપ અને લાકડી લઈને ધસી આવી,”તમે તમારી હોટલ પર ટેપ કેમ જોર જોરથી વગાડો છો અમારા છોકરાઓ ભણતા હોય વાંચવામાં તકલીફ પડે છે” એમ કહેતા પ્રકાશ ઉર્ફે ભયલું એ કહેલ કે,” અમે ટેપ જોરથી વગાડતા નથી ” એમ કહેતા જ ઉશ્કેરાઈને સિદ્ધાર્થભાઇ બાબુભાઈ વણકરે હાથમાંની લોખંડ ની પાઈપ મીનાબેન ને જમણા હાથે મારતા હાથ ભાગી ગયો હતો અને ચામડી ફાટી જતા લોહી નિકળ્યું હતું જેથી પ્રકાશ ઉર્ફે ભયલુ છોડાવવા વચ્ચે પડતા બાબુભાઈ એ પોતાના હાથમાંની લોખંડ ની પાઈપ પ્રકાશ ને મારતા જમણા હાથ ના કાંડા ઉપર ચામડી ફાટી જતા લોહી નીકળેલ જેથી દેવિકાબેન વચ્ચે છોડાવવા પડતા સંગીતાબેન વણકરે હાથ માની લાકડી દેવિકાબેન ને જમણા હાથે કાંડા ના ભાગ માં મારતા તેઓની પણ ચામડી ફાટી લોહી નીકળેલ આ દરમ્યાન લક્ષ્મીબેન વણકરે દેવલ ને મા બેન સમાણી ગાળો બોલી ગડદા પાટુ નો માર માર્યો અને ત્યારબાદ આ ચારેવ જણ તેઓના ઘર તરફ નાસી ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા અને હાલમાં ડોકટર ની યાદી સાથે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જે બાબતે પોલીસે ધાક ધમકી આપી ગાળો બોલી, લાકડી, લોખંડ પાઈપ થી અને ગડદા પાટુ નો માર મારવા અને જાહેરનામા ના ભંગ બદલ ની ફરિયાદ દાખલ કરી પીએસઆઇ એન.એમ.રાવતે તપાસ શરૂ કરી ધરપકડ ના ચક્રો ગતીમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here