વેજલપુરમાં અંદાજીત 1 કરોડ ઉપરાંતના ખર્ચથી બનેલ બસ સ્ટેશનના ગેટ બહાર પડ્યા મસમોટા ખાડાઓ… એસ.ટી.વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મળતી વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર મા આવેલ બસ સ્ટેશનમાં પડેલ ખાડા ની તો બે ત્રણ વર્ષ અગાઉ અંદાજીત 1 કરોડ ઉપરાંતના ખર્ચથી બનાવેલ નવીન બસ સ્ટેશનની તો વેજલપુર બસ સ્ટેશનમા કેટલાક સમય થી ખુબજ મોટો ખાડો પડેલ જોવા મળી રહ્યો છે ત્યારે વેજલપુર બસ સ્ટેશનમાં કન્ટ્રોલ પોઇન્ટ ના અધિકારી જાને ઘોરનિંદ્રામાં હોઈ તેવું હાલના તબબકે કહી શકાય ત્યારે કરોડોના ખર્ચે ત્યાર કરેલ બસ સ્ટેશનમાં વહીવટી તંત્ર દ્વારા એક પડેલ ખાડો પુરી શકતા નથી તો અન્ય મુસાફરોને શુ સુવિધા આપશે તે એક સરગતો પ્રશ્ન વેજલપુર માં થઈ રહ્યો છે ત્યારે હાલ વાહન વ્યવહાર મંત્રી દ્વારા ઉચ્ચ મેનેજમેન્ટને સંચાલિત થતા નિગમના વાહનોની કંડીશન તેમજ બસ સ્ટેશન નોની સફાઈ બાબતે વ્યવહાર મંત્રી દ્વારા કડક સૂચના આપી હતી તેના અનુસંધાનમાં એસ.ટી.વિભાગીય પંચમહાલ ગોધરા દ્વારા દરેક ડેપો,બસ સ્ટેશન,કન્ટ્રોલ પોઇન્ટ, ખાતે સ્વચ્છતા અને વિકાસ એક નવું બસ સ્ટેશન,મેરી શાન સ્વચ્છ બસ સ્ટેશન/ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ના પોકાર દાવાઓ માત્ર દેખાવ પુરતા અને કાગળ પુરતાજ હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે આ ખાડા થી વેજલપુર બસ સ્ટેશનમાં પ્રવેશ કરતી બસોને પણ નુકશાન થઈ રહ્યું છે અને વધુમાં બસ દ્રાઈવર દ્વારા ખાડા થી બચવા માટે ખાડાની જમણી બાજુએ થી વરાંક લેતા હોઈ છે ત્યાંરે બહાર ઉભેલ લોકોને અકસ્માત થવાનો ભય રહે છે જેથી વેહલી તકે પડેલ આ ખાડાનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી વેજલપુર બસ સ્ટેશનના આજુ બાજુ દુકાનદારો તેમજ રાહદારીઓ દ્વારા માંગ ઉઠી છે હવે જોવું રહ્યું કે એસ.ટી.વહીવટી તંત્ર દ્વારા કેટલાક દિવસમાં આ ખાડાને લીધે લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે તે હવે આવનારો સમયજ બતાવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here