વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અર્થે નર્મદા જિલ્લામાં આવેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે શરણામૃત સમજી દેશી દારૂ ગટગટાવ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોતાને આદિવાસી પરંપરાની જાણ ન હોય ધરતીને સમર્પિત કરવાનું જાણતા ન હોય ચરણામૃત સમજ્યાની મંત્રીની નિખાલસ કબુલાત

વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ડેડીયાપાડા ના આદિવાસી આગેવાનો માજી વન મંત્રી મોતીસિંહ વસાવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા સહિતના આગેવાનો સાથે આદિવાસી પરંપરા અનુસાર પૂજા અર્ચના કરવાની વિધિમાં ભાગ લીધો હતો. જ્યાં આદિવાસી પરંપરા અનુસાર દેશી દારૂ આદિવાસીઓ ધરતી માતાને સમર્પિત કરી પૂજા અર્ચના પોતાની પરંપરા અનુસાર કરતા હોય છે ત્યારે આદિવાસી પૂજારીએ એક પળિયામાં ઉપસ્થિત મહાનુભાવો ને બોટલ માંથી દેશી દારૂ આપતા પૂજા કરવા માટે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલે તેને ચરણામૃત સમજી ગટગટાવ્યું હતું, જો કે ત્વરિત જ આ બાબતની જાણ શંકરભાઈ વસાવા એ મંત્રીશ્રીને કરતા તેઓને પોતાની ભૂલ સમજાઈ હતી .

જો કે આ સમગ્ર મામલાને પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રી રાઘવજી પટેલ એ સ્વીકાર્યું હતું અને પોતે આદિવાસી પરંપરાઓ અંગે અજાણ હોય અને પોતાના વિસ્તારમાં ચરણામૃત સૌને આપવામાં આવતું હોય અને ચરણામૃત સમજ્યા હતા ની નિખાલસ કબુલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here