વિશ્વની સૌથી મોટી પત્રકારોની સંસ્થા પત્રકાર એકતા પરિષદનું અમદાવાદ જિલ્લાનું મહાધિવેશન યોજાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા

ગુજરાત ભરમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પોતાની કારોબારી અસ્તિત્વમાં ધરાવતી અને શિષ્તબદ્ધ પત્રકારો માટે પત્રકારોના હક અને અધિકારો માટે લડત આપતી એકમાત્ર પત્રકારોની સંસ્થા પત્રકાર એકતા પરિષદ નું અમદાવાદ જિલ્લાનું મહાધિવેશન શેઠ જયંતી કપાસી હોલ નરોડા ખાતે યોજાયું હતું.

આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા સહિત પ્રદેશ અગ્રણીઓ, વિવિધ ઝોન માથી પધારેલ પદાધિકારીઓ, અન્ય જિલ્લાઓમાંથી પધારેલ જિલ્લા પ્રમુખ શ્રી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ મા ચાર ચાંદ લગાવ્યા હતા.

જિલ્લામાંથી પ્રદેશ નું પ્રતિનિધત્વ કરતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ દિનેશભાઈ કલાક, ઝોન ના પ્રભારી ભરતસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાં ની આગતા સ્વાગતા કરવા માટે અમદાવાદ જિલ્લાના પત્રકારો હોલ થી નજીકના ચાર રસ્તા સુધી ઢોલ નગારા સાથે સામૈયું કરી અને અધિવેશન મા રૂડો આવકાર આપ્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મચસ્થ મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વિશેષમાં મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત મહેમાનો નું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું.

પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા સંગઠન વિશે ટૂંકમાં પ્રકાશ પાડ્યો હતો

કાર્યક્રમ મા ઉપસ્થિત વિશેષ મહેમાન ન્યુઝ રિચ ના પ્રયોજક શ્રી દર્શનભાઈ શાહ દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધન મા જણાવ્યું કે જે સમયે પત્રકાર એકતા પરિષદ ની સ્થાપના થઇ અને મર્હુમ સલીમભાઈ બાવાણી દ્વારા પત્રકારોની એકતા માટે વિચાર રજૂ થયો ત્યારબાદ !અને પણ વિચાર આવ્યો અને ટેકનોલોજી ના માધ્યમથી પત્રકારો ની સેવા કરી તેઓનો સર્વાંગી વિકાસ કરી શકાય તેના માટે આ કંપની ની સ્થાપના કરી અને હાલની સ્થિતિએ ઘણા પત્રકારો ના સહયોગથી જ પત્રકારો માટે સેવા કરી રહ્યા છીએ.

પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગીરવાનસિંહ સરવૈયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધન મા જણાવ્યું પત્રકાર એકતા પરિષદ ના સ્થાપક મર્હુમ સલીમભાઈ બાવાણી દ્વારા સંગઠનની સ્થાપના કરી અને કોરોના પહેલા 22 જિલ્લાઓ મા કારોબારીની રચના કરી અને કોરોના કાળમાં આપણે સલીમભાઈ ને ગુમાવ્યા..

પત્રકાર એકતા પરિષદ ના સ્થાપક મર્હુમ સલીમભાઈ બાવાણી માટે તમામ પત્રકાર મિત્રોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી..

પ્રદેશ મહિલા સેલ ના અધ્યક્ષ કાજલબેન વૈષ્ણવ દ્વારા મહિલા પત્રકારોને પણ પત્રકારત્વ મા સક્રિય થવા આહવાન કર્યું હતું.

ઉપસ્થિત જિલ્લાના હોદ્દેદારો અને તાલુકા પ્રમુખ સહિત તાલુકાના હોદ્દેદારો નું સનમાન પત્રો અને મોમન્ટો આપી સન્માન કરાયું હતું.

પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા વધુમાં પ્રકાશ પાડ્યો હતો કે પત્રકાર એકતા પરિષદ ના સ્થાપના થી જ પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી લાભુભાઈ કાત્રોડીયા જવાબદારી સંભાળી રહ્યા છે અને ગુજરાતભરમાં કારોબારી રચનાનો દોર પૂરો થયા બાદ પ્રદેશ અધ્યક્ષ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં બિન હરીફ શ્રી લાભુભાઈ કાત્રોડીયા કાયમી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને ફરી બેઠકોનો દોર ચાલુ કરી અને અધિવેશન સુધી સંગઠન ને લઇ જઇ વિશ્વ નું સૌથી મોટું પત્રકારોનું સંગઠન બનાવ્યું…

પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું હતું કે આપણે સંગઠન ના માધ્યમ થી સરકાર સમક્ષ પત્રકારોના હિત માટેના પ્રશ્નો રજૂ કર્યા જેમાંનો એક પ્રશ્ન સરકારી તમામ બસોમાં પત્રકારોને વિના મૂલ્યે મુસાફરી આપવા માટેનો હતો તેનું નિરાકરણ આવ્યું છે અને અન્ય પ્રશ્નો ની ચર્ચા ચાલુ છે તેમજ વિપક્ષો ને પણ આપણા પ્રશ્નો ચૂંટણી ઢંઢેરામા સમાવવા રજૂઆત કરી છે.. ટૂંક સમયમાં ગુજરાતભરના પાંચ હજાર જેટલા પત્રકારો નું એક અધિવેશનનું પણ આયોજન કરવાનું છે અને આપણા તમામ પ્રશ્નો ના નિકાલ બાદ આપણા સંગઠન ને એક સામાજિક સંસ્થા તરીકે કાર્યરત કરીશું.

અમદાવાદ ના કાર્યક્રમમાં ગુજરાતમાં સૌથી વધુ છસો જેટલા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી અને પત્રકારોની એકતા નો પરચો બતાવ્યો હતો.

આ કાર્યક્રમ નું આયોજન પત્રકાર એકતા પરિષદ ના અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા સહકાર આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here