‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સંખેડા તાલુકાના ગરડા ગામે પહોંચતા મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ યોજાયો

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગામેગામ ભ્રમણ કરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સંખેડા તાલુકાના ગરડા ગામે પહોંચતા મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની અનુભૂતિ અંગે લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળવાર્તા રજૂ કરી હતી.
સંખેડા તાલુકાના ગરડા ગામની કિશોરી ગોસાઈ ભાવિશા નર્મદગિરીએ ભારત સરકારના કોલ મંત્રાલયના સયુંક્ત સચિવની ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રા નિમિત્તે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પોતાની વાત રજૂ કરી હતી. મને પૂર્ણાશક્તિના માસિક ચાર પેકેટનો લાભ મળે છે, જેનાથી હું અવનવી વાનગીઓ તૈયાર કરીને ભોજનમાં લઉં છુ.
આ ખોરાક ખાવાથી મારા પોષણસ્તરમાં સુધારો થતા મારું વજન પણ વધ્યું છે. અમને દર શનિવારે પોષણની સાથે માસિક
ચક્ર, આરોગ્ય, સ્વચ્છતા તેમજ મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ મુદ્દાઓ અંગે જાગૃત કરવામાં આવે છે.
સરકારની નેમ છે કે સમગ્ર ભારત અને આપણા ગુજરાતમાં એકપણ કિશોરીમાં જરુરી પોષક તત્વો અને વિટામીનની ઉણપ ન રહે તેમને પોતાના ગામમાં જ અને આંગણવાડી કેન્દ્ર પર દર મંગળવારે પૂર્ણા શક્તિના પેકેટ મળી રહે જેથી તેઓ તેમાંથી
વાનગી બનાવીને ખાઈ શકે અને ભવિષ્યમાં જ્યારે સ્ત્રી બને ત્યારે એક સ્વસ્થ માતા તરીકે સ્વસ્થ બાળકને જન્મ આપી શકે.
આમ, ગુજરાત અને ભારતમાં સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here