ભાવનગરમાં ગૌ પ્રેમી સંસ્થા તરીકે ખૂબ જ નામાંકિત સંસ્થા એટલે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ છે જેવો દ્વારા પશુ પંખી સાથે માનવ સેવામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે સરાહનીય કામગીરી કરી રહ્યા છે

ભાવનગર, આરીફ દિવાન (મોરબી) :-

ભાવનગર ની ખુબ જાણીતી સંસ્થા કે જેવો ગૌ સેવા અને માનવ સેવા ના વિવિધ સેવાકીય કાર્યો કરી રહીં છે તેવા ” કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ‌ – ભાવનગર ” દ્વારા તાજેતરમાં વરસાદ અને કડકડતી ઠંડીમાં કોબડી ગામ ની ગૌ શાળા માં ૫૫૦ થી વધુ અબોલ જીવો માટે ૧૦૧ મણ લીલો ચારો અને ૫ ડબ્બા દેશી ગોળ ના આપવામાં આવેલ છે..આ ઉપરાંત અન્ય ગૌ શાળા માં પણ જેવી જરુરીયાત હોય તેવી સેવા ફરજ બજાવી રહ્યા છે..આ ઉપરાંત વૃધ્ધાશ્રમ , બાલાશ્રમ , અનાથાશ્રમ પણ સેવા ફરજ બજાવવા હંમેશા તત્પર રહે છે , આ સંસ્થા ના સ્વયંમસેવક શ્રી રાજેન્દ્રસિંહ જે. ગોહિલ ( મોબા. ૯૪૨૬૨૬૧૫૦૦) અને અન્ય મિત્રો ભેગા મળીને નિઃસ્વાર્થ ભાવે આવા અનેક સત્કાર્યો કરી રહ્યા છે. ત્યારે નોંધનીય છે કે આ ની સ્થાપના ૨૦૧૨ના રોજ મહાશિવરાત્રી નિમિત્તે કરવામાં આવેલ છે જેના સ્થાપક આકાશભાઈ શર્મા અપૂર્વી બેન શર્મા અનુષ્કા બેન શર્મા જે હાલ અમેરિકા રહે છે જ્યારે ભાવનગરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં સતત રાજેન્દ્રસિંહ ગોહેલ તેમજ સંસ્થાના કાર્ય કરો હદય પૂર્વક પશુ-પંખી અને માનવ સેવા કાર્યમાં ભાવનગર શહેર-જિલ્લામાં પોતાની યથાશક્તિ પ્રમાણે કરી રહ્યા છે જેથી ભાવનગર સહિત અન્ય વિવિધ જિલ્લાઓમાં પણ ભાવનગરની આ સેવાકીય સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિમાં જાણીતી છે ત્યારે સર્વે સેવકો કાર્યકરો ને આ સેવાકીય કાર્ય બદલ અભિનંદન શુભેચ્છા રાજેન્દ્રસિંહ ગોહિલ પાઠવી છે જે વિવિધ સેવાકીય કાર્ય કરતા તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here