વણકર સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બોડેલી ખેતીવાડી બજાર સમિતિના હોલમાં છોટાઉદેપુર જિલ્લાના વણકર સમાજ દ્વારા ગંગાસ્વરૂપ બહેનો ને વિના મૂલ્ય સાડી વિતરણ તથા બાળકોને નોટ પેન્સિલ જેવી સ્ટેશનરી તથા સ્કૂલ યુનિફોર્મનુ વીના મુલ્યે સમાજ દ્રારા વિતરણ કરવામા આવ્યુ આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના ગામોમાંથી વણકર સમાજના આગેવાનો અને યુવાનો બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં નસવાડીના વણકર સમાજના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે સમાજના આગેવાન તરીકે મહેશભાઈ દલાભાઈ વણકર તથા ઠાકોરભાઈ ગોવિંદભાઈ વણકર એવા મોટા આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમાજને લગતા પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેવા કે ધોરણ ૧ થી ૧૨ માં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓને ઇનામ તેમજ શૈક્ષણિક કીટ તથા ગંગાસ્વરૂપ બહેનોને વિનામૂલ્ય સાડીઓ નું વિતરણ તારા છંદ બાપુના હસ્તે આપવામાં આવ્યું હતું અને સમાજના ઉભરતા પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી આપણો સમાજ કઈ રીતે આગળ વધે અને આપણા બાળકો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તેવા પ્રયાસો કરવા જોઈએ એવી સમાજના આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમ વણકર સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને છોટાઉદેપુર ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તથા છોટાઉદેપુર જિલ્લા રોજગાર તાલીમ અધિકારી પણ આવ્યા હતા એમના દ્રારા શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગંગાસ્વરૂપ બહેનો એ લાભ લીધો હતો અને ભવિષ્યમાં પણ જે તેજસ્વી તારલાઓ ઉભરશે એમના માટે પણ આવું આયોજન કરવામાં આવશે અને દર વર્ષે આવા કાર્યક્રમો વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં 35 જેટલા ગામના લોકો હાજર રહ્યા હતા અને દેવનારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વણકર સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here