કાલોલ : મોગલવાડામાં રહેતી 9 વર્ષીય જીયાબાનૂ મીરઝાએ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી

કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-

કાલોલ શહેરના મોગલવાડામાં રહેતા મોહસીનબેગ રજ્જાકબેગ મીરઝા ૯ વર્ષીય પુત્રી જીયાબાનૂ એ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી કાળઝાળ ગરમીમાં ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહી માસૂમિયત અને નિખાલસ મને અલ્લાહની ઇબાદત કરી હતી.સમગ્ર વિશ્વમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક માસ સુધી રોજા ઉપવાસ કરી અલ્લાહની બંદગી કરવામાં આવી રહી છે જેમાં ૧૪ થી ૧૫ કલાક સુધી મુસ્લિમ બિરાદરો હાલમાં ચાલતી કાળઝાળ ગરમીમાં ભુખ્યા તરસ્યા રહી રોજા રાખી અલ્લાહની બંદગીમાં લીન બની રહ્યા છે તેવામાં કાલોલ મોગલવાડામાં રહેતા ૯ વર્ષની માસૂમ બાળક જીયાબાનૂ એ પણ હાલમાં ચાલતી કાળઝાળ ગરમી કે જેમાં ભલભલા માણસો પણ ભૂખ તરસ વેઠી ન શકે તેવી કાળઝાળ ગરમી સહન કરી સતત ૧૪ કલાક જેટલા સમય સુધી ભૂખને વેઠી અને તરસ્યા રહી દિવસ દરમ્યાન અલ્લાહની બંદગી કરી દુવાઓ કરી પોતાના જીવનનો પ્રથમ રોજો રાખ્યો હતો જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ જીયાબાનૂને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here