વડોદરા જીલ્લાના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ બજાજ પલસર મોટરસાચકલ સાથે એક આરોપીને પકડી પાડી વાહન ચોરીનો ગુનો ડીટેકટ કરતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ

ગોધરા, (પંચમહાલ) સંજય સોલંકી :-

નાચબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા વધુમા વધુ પ્રયત્નો કરવા સારુ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.આર. ચૌધરી એસ.ઓ.જી. શાખા ગોધરા નાઓને બાતમી મળેલ કે… એક ઇસમ નામે જાવેદ સુલેમાન સમોલ રહે. મેદા પ્લોટ અબુ બક્કર મસ્જીદ પાસે ગોધરા નાનો એક GJ-06-HM-1730 નંબરની કાળા કલરની બજાજ પલસર ૧૫૦ મોટરસાઇકલ તથા POCO કંપનીનો મોબાઇલ ફોન ક્યાક થી છળકપટથી મેળવી વેચવા સારુ ફરે છે અને હાલમા ચોકી નં-૨ પાસેથી પસાર થનાર છે.

ઉપરોકત બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોને બાતમી અંગેની જાણ કરતા તેઓએ બે પંચોને સાથે રાખી ચોકી નં-૨ મહાવીર મેડીકલ પાસે વોચમા હતા અને બાતમી મુજબની બજાજ પલસર મોટરસાઇકલ આવતા તેને રોકી ચાલકનુ નામઠામ પુછતા જાવેદ સુલેમાન સમોલ રહે. મેદા પ્લોટ અબુ બક્કર મસ્જીદ પાસે ગોધરાનો હોવાનુ જણાવેલ જેને સદર મોટરસાઇકલના કોઇ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ જેથી સદર મોટરસાઇકલ ચોરી અથવા છળ કપટ કે છેતરપીંડી કરી લાવેલ હોવાનો પાકો શક વહેમ હોવાથી મોટરસાઇકલની કીં.રૂા.૪૦,૦૦૦/- ની ગણી તથા તેની અંગઝડતીમાંથી એક મોબાઇલ ફોન મળી આવેલ જેની કિં.રૂા.૮,૦૦૦/- ની ગણી CRPC કલમ ૧૦૨ મુજબ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૨૦૪૯૪/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ થયેલ જે ડીટેકટ થયેલ છે.

પકડાયેલ આરોપી:
જાવેદ સુલેમાન સમોલ રહે. મેદા પ્લોટ અબુ બક્કર મસ્જીદ પાસે ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here