વડોદરા જીલ્લાના કરજણ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને બાતમી મળેલ કે … વડોદરા જીલ્લાના કરજણ પો.સ્ટે ગુ.ર.નં .૧૪૦ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી યાકુબ અબ્દુલ સતાર પથીયા ઉર્ફે વેજલીયો રહે.હારુન મસ્જીદ પાસે મુસ્લીમ સી સોસાયટી સાતપુલ ગોધરા નાનો તેના ઘરે હાજર છે તેવી બાતમી મળતા એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસોને બાતમી હકીકત થી વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરતા તેઓ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી મુજબનો ઇસમ મળી આવતા તેને પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here