નસવાડી : બરોલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચુંટણીમાં વિજેતા બન્યા નાયકા મહેન્દ્રભાઈ સોમાભાઈ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ફોર્મ ભરી ઉમેદવારજ ન આવ્યા

બરોલી ગ્રામ પંચાયત ની ઉપસરપંચની ચૂંટણી ની વાતો ચૂંટણી પહેલા વહેતી થઈ હતી પરંતુ ભારે રસાકસી થશે તેવો માહોલ સર્જાયો હતો ઉપ સરપંચની ચૂંટણી માટે બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં એક નામ ના જ બે વ્યક્તિ એ ફોર્મ ભર્યા હતા જેમાં ઉમેદવારોને મૂંઝવણ ઉભી થઇ હતી પરંતુ જેમાં એક નું નામ મહેન્દ્રભાઈ સોમાભાઈ નાયકા અને બીજા મહેન્દ્રભાઈ હસમુખભાઈ નાયકા એમ ફોર્મ ભર્યા હતા જેમાં કોઈ કારણોસર મહેન્દ્રભાઈ હસમુખભાઈ ફોર્મ ભર્યા પછી આવ્યાજ નઈ અને ઉમેદવારોએ જે ઉમેદવાર હાજર હતા એમને ઉપ સરપંચ તરીકે ચુંટી લાવ્યા છે અને એ હાજર ઉમેદવાર મહેન્દ્રભાઈ સોમાભાઈ નાયકા ને વિજય બનાવી સરપંચ સાથે દરેક ઉમેદવારો એ વધાવી લીધા છે અને સરપંચ સહિત દરેક ઉમેદવારોને ફૂલોના હાર પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને ચૂંટણી પત્યા બાદ તમામ ને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને બરોલી ગ્રામ પંચાયત માં ઉપ સરપંચ ની ચુંટણી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here